મંત્ર સાધનાથી કયા કયા ફાયદાઓ થાય? અનુભવી મહાત્માઓ કહે છે કે મંત્રના દરેક અક્ષરમાં સિદ્ધિદાયક ઊર્જા સમાયેલી હોય છે. જો પૂર્ણ તલ્લીનતાથી શ્રદ્ધાપૂર્વક કોઇ પણ મંત્રનો નિત્ય જાપ કરવામાં આવે તો ઇચ્છિત ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. જો શ્રદ્ધા વિના મંત્રોનું પોપટિયું રટણ કરવામાં આવે તો શું થાય? એનાથી પણ એક ફાયદો તો થાય જ છે. અશ્રદ્ધા સાથે શરૂ કરેલો મંત્રજાપ ધીમે ધીમે સાધકના મનમાં શ્રદ્ધા જન્માવ્યા વગર રહેતો નથી. કક્કો શીખતું બાળક ’ક’, ’ખ’, ’ગ’, ’ઘ’… શીખવાનું શરૂ કરે છે ત્યારે એના મનમાં એ મૂળાક્ષરોનો કોઇ અર્થ હોતો નથી, તો પછી શ્રદ્ધા તો હોય જ શી રીતે? સમજણા થયા પછી એના મનમાં મૂળાક્ષરોનો અર્થ અને ઉપયોગિતા ખૂલતાં જાય છે, પછી એની ભાષા સમૃદ્ધ બને છે. આમાંથી સર્જાયેલો ભાષાવૈભવ એને સિદ્ધિપ્રાપ્તિ સુધી લઇ જાય છે. નાટક કે સિનેમાના પડદા ઉપર રાણીનું પાત્ર ભજવતી નોકરાણી પણ સમય જતાં મહારાણીનું ગુમાન અને ખુમારી પ્રાપ્ત કરે છે. જરૂર હોય છે પુનરાવર્તન અને દૃઢીકરણની. મંત્રજાપ અશ્રદ્ધાળુ મનુષ્યના ચિત્તમાં શ્રદ્ધાનું પ્રગટીકરણ અને દૃઢીકરણ જન્માવે છે.
મંત્રના દરેક અક્ષરમાં સિદ્ધિદાયક ઊર્જા સમાયેલી છે
Follow US
Find US on Social Medias