ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરભરમાં વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી. હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મયારામ આશ્રમ ખાતે 35 ફૂટ ઊંચા રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ત્યારે જય જય શ્રી રામના જય ઘોસ સાથે દહન કરવામાં આવ્યું હતું. રામ અને લક્ષમણ અને વિભીષણના પાત્રોની ઝાંખી સાથે ભગવાન રામની શોભાયાત્રા નિકળી હતી.અને જનમેદની વચ્ચે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.પ્રથમ વખત મયારામ આશ્રમ ખાતે યોજાયેલ રાવણ દહન કાર્યક્રમમાં શહેરીજનો બોહળી સંખ્યામાં પરિવાર સાથે ઉમટી પડ્યાં હતાં. હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહીત સ્વયંમ સેવકોએ ભારે જેહમત ઉઠાવી હતી.
જૂનાગઢમાં દશેરાની ઉજવણી : ઠેરઠેર શસ્ત્ર પૂજન
