-જંગલની આગની ઝપટમાં અનેક ઘરો પણ બળી ગયા: સ્થાનિક તંત્રની બેદરકારી પણ બહાર આવી
યૂરોપમાં અત્યારે ભીષણ ગરમી અને ગરમ હવા ફૂંકાઈ રહી છે. જેના કારણે ગ્રીસના જંગલોમાં આગ લાગવાની ઘટના બની છે. આ આગના કારણે 35 વર્ગ કિલોમીટરનું જંગલ બળીને ખાખ થયું છે. આગ લાગવાની ઘટના સામે આવ્યા બાદ અનેક લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે રાત્રે આગ કાબૂમાં આવી હતી, પરંતુ ગુરુવારે ભારે પવન ફૂંકાવાથી ફરી લાગ લાગી હતી. આગ લાગવાની ઘટના અંગે ગ્રીસના ફાયર વિભાગના પ્રવક્તા યિઆનિસ આર્ટોપોઈસે નિવેદન આપ્યું છે.
- Advertisement -
તેમણે કહ્યું કે, ગત 24 કલાકમાં ગ્રીસના જંગલોમાં 62 સ્થળે આગ લાગવાની ઘટના બની છે. ગ્રીસના પશ્ચિમી અટ્ટિકા વિસ્તારમાં આગના કારણે લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જે બાદ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અમુક લોકો પોતાનું ઘર છોડવા માટે તૈયાર થતા થતી. જંગલોમાં આગ લાગવાની ઘટનાને લઈ ગ્રીસના પ્રશાસન પર સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 72 વર્ષીય ક્રિસોલા રીનેરીએ દાવો કર્યો કે,
તેમના અમુક સંબંધીઓ તેમનું ઘર બચાવવા આવ્યા હતા, પરંતુ પ્રશાસનના બેજવાબદાર અધિકારીઓએ પાણીની સપ્લાઈ બંધ કરી દીધી હતી. જેના કારણે અમે અમારૂં ઘર બચાવી શક્યા નથી. જંગલમાં આગ લાગવવાના કારણે સ્થાનિક લોકોને ભારે નુકસાન થયું છે. આગ લાગવાની આ ઘટનાને લઈ ગ્રીસ અને રોડ્સ આઈલેન્ડમાં ઈમરજન્સી લાગૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અલ નીનો પ્રભાવના કારણે યૂરોપમાં અત્યારે ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ યૂરોપમાં ગરમી દરરોજ નવા રેકોર્ડ તોડી રહી છે.