6 લાખ રોકડા અને 29 તોલા સોનાનાં દાગીનાની ચોરી : પૂર્વ સરપંચ સહિતના પાંચ ઘરોમાંથી લાખોની ચોરી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.21
- Advertisement -
મોરબીના નવલખી રોડ પર આવેલા જેપુર ગામમાં ગઈ કાલે તસ્કરોએ પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડ્યા હોય એમ બે કલાકની અંદર 5 મકાનને નિશાન બનાવ્યા હતા જેમાં ગામના કુંવરજીભાઇ ચોકમાં રહેતા પૂર્વ સરપંચ કુંવરજીભાઇ કાવઠીયા સહિતનો પરિવાર ગરમીથી રાહત મેળવવા છત અને ફરિયામાં સૂતો હતો ત્યારે તસ્કરોએ ઘરમાં ઘુસી ઘરમાં પડેલા 6 લાખ રોકડા, સોનાના બુટીયા, બે ચેન , ડોકિયું, મગમાળા, બ્રેસલેટ સહીત 29 તોલા સોનાની ચોરી કરી ગયા હતા. આ અંગે વિરલભાઈ કાવઠીયાએ જણાવ્યું હતું કે અમે બંને ભાઈ અગાસી માથે અને પિતા, કાકા સહિતનો પરિવાર ફરિયામાં સૂતો હતો અને રાત્રે 1.30 વાગ્યા સુઘી જાગતા હોતા ત્યાર પછી રાત્રે 2.30 થી 4.30 સુઘીમાં તસ્કરો ઘરમાં ઘુસી અને 6 લાખ રોકડા અને 29 તોલા સોનાની ચોરી કરી ગયા હતા.
આ ઉપરાંત ગામના મગનભાઈ મહાદેવભાઈ શેરસીયાના પાછળથી ગ્રીલ તોડી 300 રૂપિયા રોકડા, તેમજ પ્રભાતભાઈ સાણજાના મકાનનું તાળું તોડ્યું તેમજ હરેશભાઇ ચંદુભાઈ સાણજા અને હરેશ નરભેરામભાઇ સાણજાના ઘરમાં ચોરી કરવા ઘુસ્તા પરિવારજનો જાગી જતા તસ્કરો પલાયન થઇ ગયા હતા. આ અંગે વિરલભાઈ કાવઠીયાએ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ, એલસીબી સહિતની પોલીસ ઘટના સ્થળે ડોગ સ્કોડ સાથે જય તાપસ શરુ કરી છે.