છઇઈંના પ્રયાસો છતાં ઓક્ટોબરમાં મોંઘવારી દર 6%ને પાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ અનેક પ્રયાસો કર્યા છતાં મોંઘવારી દરમાં ઘટાડો થઈ રહ્યો નથી. ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો, આ મહિનામાં છૂટક મોંઘવારી દર 14 મહિનાના રેકોર્ડ 6.2 ટકા પર પહોંચી ગયો છે. આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી દર 5.5 ટકા નોંધાયો હતો. છેલ્લા ઘણા મહિનાઓથી શાકભાજીના ભાવો આસમાને જતા સામાન્ય પ્રજા મોંઘવારીના સામનો કરી રહી છે. તો છૂટક મોંઘવારીનો દરમાં વધારો થતાં લોન ભરનારાઓની પણ મુશ્કેલી વધી ગઈ છે. મળતા અહેવાલો મુજબ, શાકભાજીના વધતા ભાવોના કારણે આ દર વધ્યો છે અને તેની અસર ખાદ્ય ફુગાવા પર પડી છે. ડિસેમ્બર મહિનામાં આરબીઆઈની મોનિટરિંગ પોલિસીની સમીક્ષા ((MPC) બેઠક યોજાવાની છે, જો કે તે પહેલા મોંઘવારી દર 14 મહિનાના રેકોર્ડ સ્તરે પહોચીં ગયો છે અને એવી આશા છે કે, એમપીસીની બેઠકમાં રેપો રેટ જૂના લેવલ પર જ યથાવત્ રાખવામાં આવશે.
- Advertisement -
છેલ્લી 10 એમસપીસીની બેઠકમાં રેપો રેટ 6.5 ટકાના લેવલ પર યથાવત્ રાખવામાં આવ્યો છે, જોકે આ વખતની બેઠકમાં ફેરફાર નહીં થાય તો સતત 11મી વખત રેપો રેટ યથાવત્ સ્થિતિએ જોવા મળશે. આરબીઆઈ મોંઘવારી દર જાળવવા માટે અનેક પ્રયાસો કરે છે, તેમ છતાં ઓક્ટોબર મહિનામાં છૂટક મોંઘવારીના દરમાં વધારો થયો છે. ઓક્ટોબર-2023માં ક્ધઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવાનો દર 4.87 ટકા હતો. NSOના ડેટા મુજબ ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર ઓક્ટોબરમાં વધીને 10.87 ટકા થયો અને આ જ દર સપ્ટેમ્બરમાં 9.24 ટકા તેમજ ઓક્ટોબર-2023માં 6.61 ટકા હતો. ગયા મહિને આરબીઆઈએ રેપો રેટ 6.5 ટકા પર જાળવી રાખ્યો હતો. કેન્દ્ર સરકારે આરબીઆઈને મોંઘવારીનો દર 4 ટકા (બે ટકાના તફાવત સાથે) રાખવાની જવાબદારી સોંપી છે.