રાજકોટમાં શૈક્ષણિક કીટ વિતરણ સાથે પ્રવેશોત્સવ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
- Advertisement -
ગુજરાત રાજ્યમાં આજથી ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે જેમાં રાજકોટ શહેરમાં બાલવાટિકામાં 1,514 કુમાર અને 1,559 કુમાર મળી 3,073 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામા આવ્યો છે. જ્યારે ધો. 1માં 829 કુમાર અને 900 ક્ધયા એમ મળી કુલ 1,729 વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો છે, જ્યારે રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની 850 શાળામાં બાલવાટિકામાં 12,959 અને ધો. 1માં 3,591 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.આ વર્ષે સરકાર દ્વારા ભાગવત ગીતાનો અભ્યાસક્રમમાં ઉમેરો કરવામા આવ્યો છે. રાજકોટ શહેરમાં શાળા પ્રવેશોત્સવમાં મહાનુભાવો દ્વારા શૈક્ષણિક કીટ અને પુસ્તકો આપી સ્વાગત કરવામા આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ તકે ગાંધીનગરથી આવેલા ઈંઅજ વિશાલ ગુપ્તાએ કહ્યું કે, રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો 3 ટકા છે. જે શૂન્ય થઈ જવો જોઈએ. સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 250થી વધીને 400 સુધી પહોંચી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી નામની નવી યોજના શરૂ કરી છે. આ ઉપરાંત જ્ઞાન સાધનાની સાથે સ્માર્ટ ક્લાસરૂમ યોજનાનો પ્રારંભ થયો છે. રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો અત્યારસુધી 23 ટકા હતો. જે ઘટીને 3 ટકા થયો છે. જે સારી બાબત છે. જે પણ 0 ટકા થાય તે જરૂરી છે. નવી શિક્ષણ નીતિ મૂજબ ભારતીય સંસ્કૃતિને લગતા કોર્સ શરૂ કરવામા આવ્યા છે.
જ્યારે આદિત્ય પ્રાથમિક શાળાના આચાર્ય કમલેશ ઘોડાસરાએ જણાવ્યું હતું કે, બાલવાટિકામાં 37 અને ધો. 1માં 15 એમ કુલ 52 નવા બાળકોનો પ્રવેશ થયો છે. ધોરણ – 2થી 8માં 56 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ પામ્યા છે. ગત વર્ષે 102 બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ધો. 6 થી 8 માં આ વર્ષથી ભાગવત ગીતાને અભ્યાસક્રમમાં સમાવવામાં આવી છે.