રાજકોટ મેળાની તૈયારીઓને આખરી ઓપ
લોકમેળામાં ઈમરજન્સી એક્ઝિટ રૂટનો બનશે બેલ્ટ : અગ્નિકાંડ બાદ પ્રથમ વખત જિલ્લા તંત્રનું આયોજન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સાબદુ જાગ્યું છે,દર વર્ષે લોકમેળામાં લાખો લોકો ઉમટતા હોય છે ત્યારે આ વખતે ડ્રોનથી લોકમેળા પર નજર રાખવામાં આવશે,જયાં આગળ ભીડ વધારે હશે તે જગ્યા પરથી ભીડ ઓછી કરવામાં આવશે તે ડ્રોનના વીડિયોના આધારે નક્કી કરાશે,મેળાને લઈ આ વખતં તંત્ર દ્રારા ઝીણવટપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ લોકમેળાની લઈ પીજીવીસીએલ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે.પ્રથમ વખત લોકમેળામાં અંડર ગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે તેવી માહિતી પીજીવીસીએલના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર જે. બી. ઉપાધ્યાયએ આપી માહિતી આપી છે. સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત રાજકોટના ભાતીગળ લોકમેળાનું તારીખ 23 થી 27 ઓગસ્ટ પાંચ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ છે.જિલ્લા વહીવટી તંત્ર અને તમામ વિભાગો સાથે લોકમેળાને લઈને બેઠક યોજાઈ હતી.કણકોટ અને ન્યુ રેસકોર્સના મેદાનમાં જમીન રાઈડસ માટે ફિઝિબલ ન હોવાના કારણે તંત્ર દ્વારા અન્ય સ્થળે મેળો યોજવાનો નિર્ણય કરાયો છે.
વર્ષોથી રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના અવસરે લોકમેળો યોજાય છે. જો કે તેનું સ્થાન બદલવાની વિચારણા ચાલી રહી હતી. રેસકોર્ષ ગ્રાઉન્ડથી આ લોકમેળો કણકોટ અથવા ન્યુ રેસકોર્સ શિફ્ટ કરવા મુદ્દે હાલ વિચારણા ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રાફિકની સમસ્યાના કારણે લોકમેળાનું સ્થાન બદલવા અંગે વિચારણ ચાલી રહી હતી. રાજકોટના લોકમેળામાં લોકો રાઇડસમાં બેસવાની સાથે સાથે ખાવા-પીવાનો અને ખરીદી કરવાનો પણ લોકો આનંદ માણે છે. રાજકોટના લોકમેળામાં મોતનો કૂવો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે. કારણ કે, તેમાં સ્ટંટબાજો દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જેમાં બુલેટ, બાઈક અને કાર દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જે જોવા માટે લોકોની પડાપડી થાય છે.
આ મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે. રાજકોટમાં યોજાતો આ લોકમેળો વર્ષ 1983થી યોજાઈ રહ્યો છે જે, હવે રાજકોટની ઓળખ બની ગયો છે.પહેલા આ મેળો રાજકોટના શાસ્ત્રી મેદાનમાં યોજાયો હતો પણ લોકોની સંખ્યા ધીમે ધીમે વધતા હવે આ મેળો વર્ષ 2003થી રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઈ રહ્યો છે.આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીંયા ઈઈઝટ કેમેરા પણ લગાવવામાં આવે છે અને તેનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવે છે.