રાજકોટમાં કોઈ પાણીની મૂલ્ય ન હોય તેમ હજારો લિટર પાણી વેડફાય રહ્યું હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. શહેરના દૂધસાગર રોડ પર આવેલ નજીક સમયે પાઇપલાઇનમાં ભંગાણ થતા રસ્તા પર નદી વહેતી હોય તેવા ર્ધ્શ્યો જોવા મળ્યા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા.
- Advertisement -
હજારો લિટર પાણી રસ્તા પર વેડફાતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. દૂધસાગર રોડ પર આજથી 4થી 6 માસ પહેલા જ પાણીની પાઈપલાઈન નખાઈ હતી. ત્યારે મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવેલી લાઈનમાં ભંગાણ થતા કોન્ટ્રાક્ટર સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકાએ તાત્કાલિક રીપરીંગ માટે ટીમ મોકલી હતી.