સવારના સમયે જો આટલું કરશો તો તમે પણ થશો ચિંતાથી ‘ચિંતામુક્ત’, મળશે પાચન સંબંધિત સમસ્યાથી પણ છુટકારો.
સવારે જો તમે આદુની ચા પીવાનું શરૂ કરશો તો તમને પણ હવે ચિંતા કે તણાવ નહીં રહે. આદુમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે, જે શરીરમાં રહેલ રેડિકલને ઘટાડે છે. જોવા જઈએ તો, વધુ ચિંતા અને તણાવ આપણા શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધારે છે. બીજી બાજુ, આદુમાં રહેલ એન્ટિઓક્સિડન્ટ્સ તે ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદરૂપ બને છે.
- Advertisement -
આદુની ચા પીવાથી પાચનક્રિયા સુધરે છે. બીજું કે, પાચનનો સીધો સંબંધ તણાવ અને ચિંતા સાથે જોડાયેલો છે. આદુની ચા પીવાથી ગેસ, અપચો જેવી સમસ્યા દૂર થાય છે, આનાથી પાચનક્રિયા સુધરે છે અને જો પાચનક્રિયા સારી હોય તો માનસિક તણાવ ઘણી હદ સુધી ઓછો થઈ જાય છે.
આદુની ચા બનાવવા સૌથી પહેલા એક કપ પાણી ઉકાળો. હવે તેમાં એક કે બે ઇંચ છીલેણું આદુ ઉમેરો. ત્યારબાદ ધીમી આંચ પર તેને 5 થી 7 મિનિટ સુધી પકવો. હવે એમાં મધ અથવા લીંબુ ઉમેરો. બસ જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને ગાળીને પી લો.