ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં અનુસ્નાતક ભવનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શોધસ્કોલર્સ માટે યોગ અંગે લોકજાગૃતિ કેળવાય અને વિદ્યાર્થીઓ યોગ અને યોગનાં લાભાલાભથી અવગત બને તે હેતુ યુનિેનાં કૂલપતિ પ્રો.(ડો.) પ્રાતપસિંહજી ચૈાાહણ અને કા. કુલસચિવ ડો. મયંક સોનાં માર્ગદર્શન તળે યુનિ. ભવનમાં વિવિધ સ્પર્ધાઓનું આયોવજન કરવામાં આવ્યુ હતુ.
યોગના માધ્યમથી સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહીત કરવા તેમજ રાજ્યનું યુવાધન સ્વસ્થ જીવનશૈલીમાં સહભાગી થાય તે ઉદ્દેશ્યથી યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. (ડો.)પ્રતાપસિંહ ચૌહાણે અનુસ્નાતક ભવનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શોધ સ્કોલર માટે ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધામાં સહભાગી સર્વ સ્પર્ધોને શુભકામનાં પાઠવી જીવનમાં યોગને આત્મસાત કરવા હિમાયત કરી જણાવ્યુ હતુ કે યોગ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દૃષ્ટિકોણ છે, યોગ જીવનના તમામ પાસાંઓમાં સંવાદિતા લાવે છે.આયોજીત સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લઇ યોગ અને સ્વાસ્થ્ય થીમને અનુરૂપ ચિત્ર તેમજ નિબંધ લેખન કર્યુ હતુ. ઉપરોક્ત સ્પર્ધાને સફળ બનાવવા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના શારિરીક શિક્ષણ વિભાગના કો-ઓર્ડીનેટર પ્રો. જયસિંહ ઝાલા અને રમત-ગમત વિભાગનાં ક્ધસલટન્ટ સલીમ સીડા તથા એન.એસ.એસ. વિભાગના કો-ઓર્ડીનેટર ડો. પરાગભાઇ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વિશ્ર્વ યોગ દિવસ પૂર્વે ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજાઈ
