ડૉ.શરદ ઠાકર
આપણાં શરીરમાં પડેલી કુંડલિનીને સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત શી રીતે કરી શકાય? આ માટે અનેક વિધિઓ દર્શાવવામાં આવી છે જેમાં ચાર મુખ્ય છે.
- Advertisement -
સૌથી પહેલી પદ્ધતિ છે વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને મંત્ર-જાપની તપશ્ચર્યા દ્વારા કુંડલીનીને જાગૃત કરી શકાય પણ આ યોગાસનો, પ્રાણાયામ અને મંત્ર-જાપ એ ઉત્કટ અને કઠોર સાધના સુધી પહોંચવા જોઈએ. આપણે જે દૈનિક જીવનના ભાગરૂપે કરીએ છીએ થોડી મિનિટો કે એકાદ કલાક કે અડધો કલાક એનાથી આપણી અંદર રહેલી ચિતિ શક્તિ જાગૃત નહીં થાય.
બીજો માર્ગ છે સંકીર્તન અને ઉત્કટ ઈશ્વર ભક્તિ. તેના દ્વારા કુંડલિની જાગૃત કરી શકાય. આ ભક્તિ માર્ગ છે. આપણા દેશના કરોડો લોકો ખાસ કરીને અલ્પ શિક્ષિત અથવાતો અશિક્ષિત ભક્તો ઈશ્વરની ઉત્કટ ભક્તિ કરીને પોતાની ચિતિશક્તિને જગાડી ગયા છે. આજે પણ આપણા દેશની કરોડો ગ્રામીણ બહેનો આ ભક્તિ માર્ગ દ્વારા ઈશ્વર સુધી પહોંચી રહી છે.
ત્રીજો માર્ગ છે ઋણાનુબંધ. પૂર્વ જન્મમાં કોઈ યોગ સાધના કરતા-કરતા અચાનક મૃત્યુ થયું હોય અથવા તો એ સાધના સફળ પણ થઈ હોય તો એ સફળ થયેલી સાધનાનું ફળ આ જન્મમાં મળે છે અથવા તો એ અધૂરી રહેલી સાધના છે એ આ જન્મમાં બહુ ઝડપથી વહેલી પુરી થઈ શકે છે. એટલા માટે જ ભગવદ્ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે : યૂખણિર્ળૈ હપિટર્ળૈ ઉંજ્ઞવજ્ઞ ્રૂળજ્ઞઉંધૄશ્ર્ળજ્ઞઽરુધઘળ્રૂટજ્ઞ॥ યોગભ્રષ્ટ એટલે યોગમાંથી ભ્રષ્ટ થયેલ નહિ, પણ જેનો યોગ અધુરો રહી ગયો છે અને જેમનું મૃત્યુ થયું છે એવા યોગભ્રષ્ટ સાધકો આ જન્મમાં જો ફરીથી સાધના શરૂ કરે તો જ્યાંથી અધૂરું રહ્યું હતું ત્યાથી જ એ લોકો શરૂ કરી શકે છે. એટલે એક માર્ગ આ પણ છે. પૂર્વ જન્મમાં જે સાધના કરી છે એ સાધનાનું પરિણામ મેળવવાનું.
- Advertisement -
ચોથોમાર્ગ ખૂબ સરળ છે પણ માત્ર નસીબદાર લોકોને જ મળે છે. એમ કોઈ સિદ્ધગુરુ, કોઈ સંત-મહાત્મા પોતાની પૂર્ણ વિકસિત શક્તિનું સીધુ શિષ્યમાં સંક્રમણ કરે છે. આને શક્તિપાત કહે છે. વિશ્વમાં આવી કેટલીક ઘટનાઓ બહુ જાણીતી છે. સૌથી જાણીતી ઘટના શ્રી રામકૃષ્ણ પરમહંસે પોતાના જમણા પગનો અંગૂઠો નરેન્દ્ર નામના કિશોરની છાતી પર મુક્યો હતો અને નરેન્દ્રમાં શક્તિપાત થયો હતો અને એમાંથી જગતને સ્વામી વિવેકાનંદ મળ્યા. ત્યાં સુધી સ્વામી વિવેકાનંદ એટલે કે નરેન્દ્રએ માત્ર વાંચન કર્યું હતું. કોઈ સાધના કરી ન હતી, કોઈ મંત્ર-જાપ કર્યો ન હતો. માત્ર ગુરુના સ્પર્શથી એમનામાં શક્તિપાત થયો હતો. આવું જ 1947માં 15મી ઓગસ્ટે ભારતમાં આઝાદી મળી ત્યારે થયું.
યોગાનુયોગ એ જ દિવસે ભગવાન નિત્યાનંદજી નામના સિદ્ધપુરુષે સ્પર્શ દ્વારા અને દૃષ્ટિ દ્વારા પોતાના શિષ્ય સ્વામી મુકતાનંદ બાબમાં શક્તિપાત કર્યો હતો અને એમની કુંડલિની જાગૃત થઇ હતી. આમ આ ચાર પદ્ધતિઓ છે.
શક્તિપાત એ કોઈ જાદુઈ વિધિ નથી, કોઈ જાદુ-ટોણા નથી, મેલી વિદ્યા નથી કે કોઈ અંધશ્રદ્ધા કે ભૂત,ભુવા, ભારડી જેવી કોઈ તથ્ય વિહોણી વિધિ નથી. શક્તિપાત એ જગતના કોઈ પણ મહાન સંત દ્વારા અપાતી રહસ્યાત્મક દીક્ષાવિધિ છે.
પ્રાચીન કાળથી ગુરુ પાસેથી શિષ્યો આવી દીક્ષા પ્રાપ્ત કરતા આવ્યા છે અને એ માત્ર સનાતન વૈદિક ધર્મનો ઇજારો નથી. દરેક ધર્મમાં આવા મહાન સંતો થઈ ગયા છે જેમણે પોતાની આંતરિક શક્તિ બીજા લોકોમાં રેડી છે. જેમની આંતરિક શક્તિ જાગૃત થતી હોય તે બીજાની આંતરિક શક્તિને પણ જાગૃત કરી શકે. એના કેટલાક ઉદાહરણો દુનિયાના મહાન ધર્મોના ઇતિહાસમાં ઉપલબ્ધ છે. જીસસ ક્રાઇસ્ટ જ્યારે કોઈ પણ અજાણ્યા માણસના મસ્તક ઉપર હાથ ફેરવતા તો તે વ્યક્તિ તરત જ પરિવર્તન પામતી અને એના હૃદયમાં અપાર પ્રેમ અને આનંદના મોજા ઉમટી આવતા હતા. એ બીજું કંઈ નહીં એક પ્રકારનો શક્તિપાત જ હતો. સંત ફ્રાન્સિસમાં પણ આવી શક્તિ હતી. શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ તો જગ જાહેર છે. માત્ર એક અંગુઠાના સ્પર્શથી ગુરુએ પોતાના શિષ્યમાં પરબ્રહ્મનો તત્ક્ષણ અનુભવ મૂકી આપ્યો હતો. આ શક્તિપાત જ હતો.