સાચી સમજણ, સચોટ સલાહ, સફળ સારવારનો સમન્વય એટલે ડૉ. દીપાબેન મણિયાર
ડો. દીપાબેન નીતિનભાઈ મણીયાર તેઓ છેલ્લા 25 વર્ષથી (1996થી) આરોગ્ય ક્ષેત્રે પોતાની સેવાઓ આપી રહ્યા છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રના જાણીતા ડોક્ટર દીપાબેન નીતિનભાઈ મણિયાર પ્રસુતિ અને સ્ત્રી રોગના નિષ્ણાંત, મંગલમ હોસ્પિટલ 4-પંચનાથ પ્લોટ, રાજકોટ વાળા ન્યુઝ 18 ગુજરાતી ચેનલ દ્વારા આયોજિત હેલ્થ કેર સમીટ અંતર્ગત સૌરાષ્ટ્રના જાણીતા ડોક્ટર દીપાબેન નીતિનકુમાર મણિયાર ને એક્સેલન્સ ઈન ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજિસ્ટ એવોર્ડ આપવામાં આવેલ. આ એવોર્ડ અમદાવાદમાં ગુજરાત રાજ્ય આરોગ્ય મંત્રી માનનીય શ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે આપવામાં આવેલ.
તેઓ મોઢ વણિક સમાજના શ્રેષ્ઠી નીતિનભાઈ ડી. મણિયારનાં ધર્મપત્ની છે કે જેઓ રાજકોટ નાગરિક સહકારી બેંક, કાલાવાડ રોડ બ્રાન્ચના ક્ધવીનર છે. પંચનાથ મંદિર, પંચનાથ હોસ્પિટલ, મોઢવણીક સમાજના તેઓ ટ્રસ્ટી છે અને ડો. દીપાબેન નીતિનભાઈ મણીયાર તેઓ છેલ્લા 25 વર્ષથી (1996 થી) આરોગ્ય ક્ષેત્રે પોતાની સેવાઓ આપી રહ્યા છે. શરૂઆતમાં સાત વર્ષ પદ્મકુવરબા હોસ્પિટલમાં ક્લાસ વન અધિકારી તરીકે અને દશાશ્રીમાળી હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવાઓ આપેલ છે. સેવા પરમો ધર્મ ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છે.
2003 થી તેઓ 4 પંચનાથ પ્લોટ માં પોતાની પ્રાઇવેટ મંગલમ હોસ્પિટલ શરૂ કરેલ છે. અત્યાર સુધીમાં તેમણે લગભગ અઢી લાખ જેટલી મહિલાઓનું ઓપીડી (આઉટડોર) નિદાન તથા સારવાર કરેલ છે તેઓ લગભગ 20,000 થી વધુ નોર્મલ તથા સિઝેરિયન પ્રસુતિ, 2,500 થી વધુ ગર્ભાશય કાઢવાના તથા કેન્સરના ઓપરેશનો (મેજર ઓપરેશન) તથા 15,000 જેટલા નાના ઓપરેશનો નો બહોળો અનુભવ ધરાવે છે.
- Advertisement -
દરેક દર્દીને કોમ્પ્યુટર પર રોગ વિશે સંપૂર્ણ માહિતગાર કરવા એ તેઓની ખાસિયત છે. આરોગ્ય ક્ષેત્રે સામાજિક જાગૃતિ માટે સ્કૂલ-કોલેજમાં પ્રવચનો આપવા તથા મહિલા આરોગ્ય ક્ષેત્રે ટીવી તથા યૂટ્યુબ, ફેસબુક વગેરે માટે ટોક શોમાં ભાગ લેવા અને ઇન્ટરવ્યૂ આપવા એ હંમેશા ઉત્સાહિત હોય છે.
તેઓએ સગર્ભાવસ્થા પ્રસુતિ તથા બાળકના રસીકરણ માટે દર્દીઓને માહિતગાર કરવા એક પુસ્તક લખ્યું છે – ‘પ્રસુતિ પહેલા અને પછી’ આ પુસ્તકની પીડીએફ બધા સગર્ભા દર્દીઓને વિનામૂલ્ય મળે છે.
હાલ તેઓ બાળક ઉછેર ઉપર એક પુસ્તક લખી રહ્યા છે.