ચૂંટણીમાં ચેરમેન પદે બીજી વાર બિન હરીફ થયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગુજરાત સ્ટેટ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનના ચેરમેનની ચુંટણી અમદાવાદ ગૃહ નિર્માણ ભવન ખાતે યોજાઈ હતી જેમાં જેમાં જૂનાગઢના ખ્યાતનામ અને સેવાભાવી ડો. ડી.પી.ચીખલીયા સતત બીજી વખત ચેરમેનપદે બિન હરીફ ચુંટાયા હતા જયારે વાઇસ ચેરમેન તરીકે સતીષભાઇ પટેલની વરણી કરવામાં આવેલ હતી. આ ચૂંટણીમાં ડો.ચીખલીયા સતત બીજી વખત ગુજરાત સ્ટેટ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનના ચેરમેન બનતા ભાજપ આગેવાનો ડોલરભાઈ કોટેચા સહીત અગ્રણીઓએ ફુલહાર પેહરાવી અભિનંદન આપ્યા હતા.