ગીર પંથકમાં વહેલી સવારે ઝાકળ વર્ષા અને બપોરે 40 ડીગ્રી તાપમાન
સવારે ઝાકળ વર્ષા થતા ખેડૂતો કેસર કેરીના પાકથી ચિંતિત
- Advertisement -
કેસર કેરીના બાગાયત પાકને પાક સંરક્ષણ વીમા હેઠળ લેવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ જિલ્લા સાથે ગીર સોમનાથ અને અમરેલી સહીત ગીર પંથકમાં કેસર કેરીનું ખુબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ત્યારે કેસર કેરી ફળોનો રાજા કહેવાય છે. અને વર્ષમાં એકવાર કેસર કેરીનું આગમન થાય છે કેસર કેરી એક એવું ફળ છે કે, તે વાતાવરણ અનુકૂળ તેનું ઉત્પાદન થાય છે. જોકે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જે રીતે આંબાવાડિયુંમાં ફલાવરીંગ જોવા મળ્યું હતું તે જોતા કેરીના પાક ખુબ મોટા પ્રમાણમાં થશે તેવું ખેડૂતો માની રહ્યા હતા પણ ત્યાર બાદ ઠંડી અને ઝાકળ વર્ષા સાથે વાતાવરણના ફેરફારના લીધે આંબા પર આવેલ મોર ઘણાખરા બળી જતા ખેડૂતો ચિંતામાં મુકાય ગયા હતા અને કેસર કેરીની અવાક ઓછી થશે તેમ જોવા મળી રહ્યું છે. જોકે હાલ ભરપૂર ઉનાળે ગીર પંથકમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે. ગીરની કેસર કેરી વિશ્વિખ્યાત પણ ઉનાળાની ઋતુમાં વાતાવરણના ફેરફારના લીધે કેસર કેરીના આંબાવાડિયુંમાં કેરીના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે એક તો પેહલા ખુબ મોટા પ્રમાણમાં આવેલ ફ્લાવરિંગ બળી ગયું ત્યાર બાદ સવારે ભેજ અને ઝાકળના લીધે કેરીના પાકને નુકશાન થઇ રહ્યું છે. આજે સવારે તાલાળા તાલુકા સહીત ગીર પંથકમાં વહેલી સવારે ઝાકળ વર્ષા જોવા મળી હતી જે ઘણા સમયથી જોવા મળી રહી છે. અને બપોરના સમયે 40 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે આમ ગીર પંથકમાં બેવડી ઋતુના લીધે કેસર કેરીને સીધી અસર પડી રહી છે.અને કેસર કેરીની બાગાયત ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.અને ઋતુના ફેરફારના લીધે તેની અસર કેરીના ઉત્પાદન પર પડી રહી છે. ગીર પંથકમાં પુષ્કળ પ્રમાણમાં આંબાવાડિયું જોવા મળે છે. અને કેસર કેરીનું ખુબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે ત્યારે છેલ્લા પાંચેક વર્ષથી ઋતુના ફેરફારના લીધે જે કેસર કેરીનો પાક થવો જોઈએ તે થતો નથી અને ખેડૂતોની ધારણા કરતા ખુબ ઓછું ઉત્પાદન થાય છે ત્યારે પ્રતિ વર્ષ અનેક ખેડૂતો આંબાના બગીચા કાઢીને પારંપારિક ખેતી તરફ વળ્યાં છે. ત્યારે કેસર કેરીની ખેતી કરતા ગીર પંથકના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી બાગાયત પાકને રક્ષણ આપવા પાક વીમા હેઠળ આવરી લેવા સરકારમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે.અને આવેદન પત્રો પણ આપીને ઊંચ લેવલ સુધી ધારદાર રજૂઆત કરવામાં આવી છે.છતાં કોઈ નક્કર પરિણામ નથી આવતું.
ફળોનો રાજા કેસર કેરી વર્ષમાં એકવાર આવે છે.અને કેરી ઋતુના વાતાવરણને આધીન છે છેલ્લા ઘણા વર્ષોથી જયારે કેસર કેરીની મોસમ પૂર બહારમાં ચાલી રહી હોય ત્યારે અનેકવાર માવઠા સાથે વરસાદ અને વાવાઝોડાની અસરના લીધે પણ આંબાનાં બગીચાને નુકશાન જોવા મળ્યું છે. જયારે ગીર સોમનાથ જિલ્લાની કેસર કેરી વેહલી આવી જતી હોય છે જયારે જૂનાગઢના વંથલી તાલુકામાં અનેક આંબાના બગીચા આવેલ છે એ કેસર કેરી મેં મહિનામાં આવે છે ત્યારે જો જૂન પેહલા કમોસમી વરસાદ વરસે ત્યારે વંથલીના કેસર કેરીની ખેતી કરતા ખેડૂતોને રોવાનો વારો આવે છે.
- Advertisement -
જૂનાગઢ યાર્ડમાં વધુ 300 કેસર કેરીના બૉક્સની આવક
જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના વધુ 300 બોક્સની આવક થઈ હતી. 10 કિલોના બોક્સની 1000થી 1500 રૂપિયાના ભાવે હરરાજી થઈ હતી. ઉનાળાની ગરમી દિવસે-દિવસે વધી રહી છે. આથી આગામી સપ્તાહથી કેરીની આવકમાં વધારો થવાની સંભાવના છે. જૂનાગઢ તથા ગીર-સોમનાથ જિલ્લામાં કેસર કેરીના આંબા મોટા પ્રમાણમાં આવેલા છે. દર વર્ષે માર્ચના અંતિમ સપ્તાહમાં કેસર કેરીનું આગમન થઈ જાય છે. આ વખતે એપ્રિલ માસના પ્રારંભમાં કેરીની આવક થઈ હતી. બે દિવસ પહેલા જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીના 40 બોક્સ સાથે આવકના શ્રીગણેશ થયા હતા ત્યારે 10 કિલોના બોક્સનું 1200થી 1800 રૂપિયા લેખે વેંચાણ થયું હતું. બે દિવસમાં કેરીની આવક વધી છે. જયારે ગીર પંથકમાંથી વધુ 300 બોક્સની આવક થઈ હતી. કેરીના બોક્સનો ભાવ 1000થી 1500 રૂપિયા બોલાયો હતો. આકરી ગરમી પડે તેમ તેમ કેરી પાકે છે. હાલ જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન રહે છે. આગામી દિવસોમાં કેસર કેરીની આવક વધવાની સંભાવના છે.