તમારી બહેન ઘેર તમારી રાહ જોઈ રહી છે, તેનાં માટે પણ નિયમોનું અનુકરણ કરો
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમમાં જઈ રાખડી બંધાવી કહ્યું ‘મહિલાઓ સામેના કેસમાં પોલીસ ઝડપી કાર્યવાહી કરે છે’
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રક્ષાબંધનના પવિત્ર પર્વને ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પીપલોદ સ્થિત વૃદ્ધાશ્રમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. વૃદ્ધાઓના હસ્તે રાખડી બંધાવવાની સાથે સાથે તેમના આશીર્વાદ મેળવી અને જવાબદારી પૂરી કરવાની વચન માંગ્યું હતું. વૃદ્ધોએ ગૃહ મંત્રીને શાલ ઓઢાડીએ આભાર વ્યક્ત કર્યો હતો. શહેર પોલીસની શી ટીમ દ્વારા પણ ગૃહ મંત્રીને રાખડી બાંધવામાં આવી હતી.
ગૃહ મંત્રીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે કે, બહેનો માતાઓના હસ્તે રક્ષા સ્વરૂૂપે મને રાખડી બાંધવામાં આવી અહીં આવીને રાખડી બાંધવાનું કારણ અલગ છે. અનેક સમસ્યાઓનો સામનો કરી પરિવારને પગભર કર્યા તેવા પરિવારોને આજે હું અહીં યાદ કરાવવા આવ્યો છું. માતા-પિતાથી જીવનમાં મોટું કોઈ જ હોઈ ન શકે. બાળકો દિશા ભટકી ગયા છે. તેવા બાળકોને બે હાથ જોડીને હું અહીં વિનંતી કરવા આવ્યો છું. આ કાર્યક્રમ માત્ર રાખડી બંધાવવાનો નથી. પરંતુ, માતા-પિતાને યાદ કરવાનો છે. માતા-પિતા ઘડતર કરી ઉછેર કરે છે. માતા પિતાને ભૂલનારા લોકો માટે આ કાર્યક્રમ છે.
ગૃહમંત્રીએ કહ્યું કે, માત્ર રાખડી બાંધી સોશિયલ મીડિયા પર ફોટા મૂકવાથી કંઈ થવાનું નથી. પોલીસ માતા પિતા અને દીકરા વચ્ચે બ્રિજ બનવાનું કામ કરે છે. 50% લોકોને પણ આવા વિચારો આપવામાં સફળતા મળશે, તો અમે સફળ ગણાશુ. માં અંબાના ચરણોમાં આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થાય તેનાથી મોટો અવસર કોઈ જ ન હોઈ શકે. તમારા સગા દીકરા ભલે ન હોય પણ પોલીસ તેનાથી ઓછી નહીં હશે.
ગુજરાત પોલીસના સૌ જવાનો અને શી ટીમને અભિનંદન વધુમાં કહ્યું કે, 70 હજાર સિનિયર સિટીઝનો સાથે મુલાકાત થવાની છે. આજનો દિવસ ગુજરાત પોલીસ માટે આશીર્વાદનો દિવસ રહેશે. સૌ વડીલો ગુજરાત પોલીસના જવાનોને આશીર્વાદ આપશે. આવનારા સમયમાં ગુનેગારો સામે વધુ મજબૂત થાય તેમ લડીશું. ગુજરાત પોલીસ ડ્રગ કેસમાં ઇતિહાસ રચે છે. ડ્રગ સામે ની લડાઈ વધુ પ્રયત્નશીલ બનાવવામાં આવશે.
મહિલાઓ સામેના કેસમાં પોલીસ ટૂંક સમયમાં જ આરોપીઓને સજા આપવામાં આવતી હોવાનું કહી ગૃહ મંત્રીએ ઉમેર્યું કે, તારીખ પે તારીખની વાત અને સિસ્ટમ આવનારા સમયમાં સુધારો કરવામાં આવશે. રાજ્યના રસ્તાઓને ટ્રેક ના બનાવશો તમારી પણ બહેન ઘરે રાહ જોઈ રહી છે. માટે તમારી બહેન માટે થઈને પણ રસ્તા પર વાહનને નિયમો અનુસાર ચલાવવું જોઈએ.