માર્કેટ ઇન્ટેલિજન્સ વિશેષજ્ઞ દ્વારા કરવામાં આવેલા આઈડીસી અભ્યાસના અંતે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો કે, ભારતમાં હાલના થોડા સમયમાં ટેક ગેઝેટની ખરીદી બે ગણી થઈ ગઈ છે, આ ટેક ગેઝેટની ખરીદી માટે ભારતીય લોકો સૌથી વધુ દેશી ઉત્પાદકોને પસંદ કરી રહ્યા છે.
આઇડીસીએ જાહેર કરેલા એપ્રિલ – જૂન 2021ના આંકડાઓ અનુસાર, ઇયરફોનની રેન્જમાં 45.5 ટકાની ભાગીદારી સાથે બોટ સર્વાધિક વેચાણ ધરાવતી કંપની છે, જ્યારે બીજા અને ત્રીજા નંબર પર વનપ્લસ અને સેમસંગ છે. જે ક્રમશ: 85 ટકા અને 79 ટકાની ભાગીદારી ધરાવે છે.
- Advertisement -
સ્માર્ટવોચની રેન્જમાં 26.9 ટકાની ભાગીદારી સાથે બોટ બીજા નંબર પર છે, જ્યારે પહેલા નંબર પર નોઈઝ કંપની છે, જેમની માર્કેટમાં ભાગીદારી 28.6 છે.
ભારતીય લોકો હંમેશા બ્રાન્ડેડ વસ્તુઓ પાછળ વધારે આકર્ષાય છે. જેમાં સૌથી વધુ ટેક અને સ્માર્ટ વિયરેબલ આઈટમ માટે સૌથી પહેલી પસંદ એપલ, શાઓમી કે વનપ્લસ જેવી વિશ્વની સૌથી લોકપ્રિય બ્રાન્ડને પસંદ કરે છે. પરંતુ હાલમાં એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.
જેમાં ભારતીય લોકો મેક ઈન ઈન્ડિયાને પ્રમોટ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. માર્કેટ ઇન્ટેલિજન્સ વિશેષજ્ઞ દ્વારા કરવામાં આવેલા આઈડીસી અભ્યાસના અંતે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો કે, ભારતમાં હાલના થોડા સમયમાં ટેક ગેઝેટની ખરીદી બે ગણી થઈ ગઈ છે. આ ટેક ગેઝેટની ખરીદી માટે ભારતીય લોકો સૌથી વધુ દેશી ઉત્પાદકોને (ઘરેલુ કંપનીઓને) પસંદ કરી રહ્યા છે.
- Advertisement -
આ ટેક ગેઝેટમાં સૌથી વધુ સ્માર્ટ વિયરેબલ એટલે કે શરીર પર પહેરી શકાય તેવા ગેઝેટની ખરીદી કરી રહ્યા છે, જેમાં ફિટનેસ બેલ્ટ, સ્માર્ટ વોચ અને ઇયર ફોન્સની માંગ બજારમાં ઝડપથી વધી રહી છે. જેનો સીધો લાભ બોટ, નોઇઝ, ફાયર બોલ્ટ અને પિટ્રોન જેવા ભારતીય બ્રાન્ડને મળે છે. જેમણે આ બાબતે સૌથી વધુ વેચાણ ધરાવનાર અમેઝ ફીટ, શાઓમિ અને વનપ્લસ જેવી બ્રાન્ડને પછાડીને માર્કેટમાં પોતાનો સિક્કો જમાવ્યો છે. આઇસીડીના બજાર વિશેષજ્ઞ અનીશા ટુંબર કહે છે કે, આ બધુ આધુનિક ટેકનોલોજી અને ભાવમાં ઘટાડાને આધારે શક્ય બન્યું છે. સસ્તા હોવાના કારણે આ ભારતીય બ્રાન્ડ લોકપ્રિય બન્યા છે. સ્પર્ધાત્મક મૂલ્ય, આક્રમક માર્કેટિંગ તેમજ નવી ટેકનોલોજીને સતત જોડાયેલા રાખવાના પ્રયત્નોથી આ બ્રાન્ડે બજારમાં પોતાની હિસ્સેદારી બનાવી દીધી છે. વૈશ્વિક મહામારી કોવિડના પહેલા ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એક્સ્પો – 2020(સીઇએસ)નું આયોજન થયું હતું.
જેમાં ગૂગલ અને એમેઝોનના બુથ પર બોટ અને લાઇફસ્ટાઇલ જેવી ભારતીય બ્રાન્ડ પહેલીવાર ડિસ્પ્લેમાં મૂકવામાં આવી હતી. જેમાં સ્વદેશી કંપની બોટએ એક ઈન બિલ્ટ ગૂગલ આસિસ્ટન્ટની સાથે રેકોઝ 315 એસિવીએ સ્માર્ટ વાયરલેસ ઇયરફોન્સ અને ઈન બીલ્ટ એલેક્સા વોઇસ સાથે સ્માર્ટ સ્પીકર સ્ટોન – 200 લોન્ચ કર્યા હતા. આ સ્પીકરમાં ગીત વગાડવા, સમાચાર સાંભળવા, મોસમ વિભાગની આગાહી સાંભળવા, સ્માર્ટ ઘરેલુ ઉપકરણોને નિયંત્રિત કરવા અને 30,000 એલેક્સા વોઇસ નોટ્સ જેવા અમેઝિંગ ફિચર્સ ઈન બિલ્ટ હતા. બોટ એ છેલ્લા પાંચ વર્ષથી ભારતીય ટેક કંપનીઓમાંની ટોચની કંપની છે. જેમની સ્થાપના અમન ગુપ્તા અને સમીર મહેતાએ કરી હતી. જો આપણે આઇડીસીએ જાહેર કરેલા એપ્રિલ – જૂન 2021ના આંકડાઓને જોઈએ તો ઇયરફોનની રેન્જમાં 45.5 ટકાની ભાગીદારી સાથે બોટ સર્વાધિક વેચાણ ધરાવતી કંપની છે, જ્યારે બીજા અને ત્રીજા નંબર પર વનપ્લસ અને સેમસંગ છે. જે ક્રમશ: 85 ટકા અને 79 ટકાની ભાગીદારી ધરાવે છે. ટ્રુ વાયરલેસ સ્ટીરિયો ઇયર બડ્સની સ્પર્ધાત્મક શ્રેણીમાં બોટ 39.6 ટકાની ભાગીદારી સાથે સૌથી પહેલા નંબર પર છે. જ્યારે સ્માર્ટવોચની રેન્જમાં જોઈએ તો 26.9 ટકાની ભાગીદારી સાથે બોટ બીજા નંબર પર છે. જ્યારે પહેલા નંબર પર વર્ષ 2014 માં અમિત અને ગૌરવ ખત્રી દ્વારા સ્થાપિત કરેલી નોઈઝ કંપની છે. જેમની માર્કેટમાં ભાગીદારી 28.6 છે. આઈસીડીસીનું કહેવું છે કે, ટેકમાં સૌથી મોટી પાંચ બ્રાન્ડમાંથી ત્રણ ભારતીય છે, જ્યારે ત્રીજા અને પાંચમા નંબર પર ક્રમશ: હુઆમી અને રિયલમી છે.
સ્માર્ટ વોચમાં મુખ્ય ત્રણમાંથી ભારતીય બ્રાન્ડ ફાયર બોલ્ટ છે. ફિટનેસ હેલ્થ અને રિસ્ટબેન્ડ શ્રેણી એકમાત્ર વિયરેબલની શ્રેણી છે. જેમાં શાઓમી અને વન પ્લસ જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનો દબદબો છે. પરંતુ અહીંયા ટાટાની ટાઇટનની વર્ષના બીજા ભાગમાં 21.3 ટકાની ભાગીદારી રહેલી હતી. નોઇઝ અને બોટ જેવી ભારતીય બ્રાન્ડ સંખ્યાની માત્રામાં ભારે વેચાણ ધરાવે છે.
જ્યારે મૂલ્યને જોવામાં આવે તો વિશ્વની સૌથી મોટી કંપનીઓ પાછળ છે. ભારતીય મૂલ્યના અનુસાર એપ્પલની 37 ટકાની ભાગીદારી છે, બીજા નંબર પર 18 ટકાની સાથે સેમસંગ છે અને ત્રીજા નંબર પર 10 ટકાની સાથે ફોસિલ છે.
આ વિયરેબલમા કેટલાક ભારતીય ઉત્પાદકો દેશમાં જ નિર્માણ સુવિધાઓ ધરાવે છે, પરંતુ આપણી અર્થવ્યસ્થા જોતા કોઈપણ કંપની સંપૂર્ણ રીતે ઉત્પાદનને સ્વદેશી રૂપ આપી શકતી નથી. કેટલીક કંપનીઓ ઉત્પાદકનો કેટલોક ભાગ કે સંપૂર્ણ ઉત્પાદન વિદેશમાં કરે છે.
કોવિડ-19ના કારણે રિસ્ટેબલ વોચની ખરીદીમાં ઉછાળો
ટેક આર્કના હાલના અભ્યાસ દરમ્યાન જાણકારી મળી કે, વર્ષ 2020મા ભારતીયોએ 54 લાખ રિસ્ટેબલ્સ વોચની ખરીદી કરી છે. જે ફિટનેસ બેલ્ટ અને સ્માર્ટ વોચ બંનેના ફિચર્સ ધરાવે છે. ટેક આર્કનાં સંસ્થાપક અને મુખ્ય વિશ્લેષક ફૈશલ ક્યુસા કહે છે કે, સ્વાસ્થ્ય અને ફિટનેસ ટ્રેકિગથી આગળ રિસ્ટેબલ્સ એક મુખ્ય સ્માર્ટ વિયરેબલ શ્રેણી બની ગઈ છે. નોટિફિકેશન અને મેસેજ જોવા માટે વારંવાર મોબાઈલ ખોલવાની જગ્યાએ લોકો રિસ્ટેબલ્સમા જ જોવાનું પસંદ કરે છે. કોવિડ 19ના શરૂ થતા જ ટેકિંગ અને ફિટનેસ શ્રેણી મહત્વપૂર્ણ બની ગઈ. જેના કારણે રિસ્ટેબલ્સમા એસ્પિઓ 2 માપવાની વિશેષતાઓ વધારે ઝડપથી જોડાયેલી છે.
કોવિડ 19ના શરૂ થતા જ ટેકિંગ અને ફિટનેસ શ્રેણી મહત્વપૂર્ણ બની ગઈ. ભારતમાં મળનારા વધુમાં વધુ ફિટનેસ બેલ્ટ આધારભૂત મોડેલને છોડીને બધા હાર્ટ બીટ્સ, અને લોહીનું દબાણ માપે છે. કેટલાકમાં ઇસીજી મહત્વનું છે. વિશેષરૂપે વૃદ્ધોમાં આ વધુ મહત્વનું છે. લોકડાઉનના સમયમાં આધુનિક ફિટનેસ બેન્ડથી પોતાનું હેલ્થ ચેકઅપ કરીને ટેલી મેડીસીન એક્સપર્ટ પાસે સલાહ લઈને દવા મેળવવાની હેલ્થ સેક્ટરમાં એક નવી ક્રાંતિ આવી છે.
કેટલાક વિશેષજ્ઞનું કહેવું છે કે, હવેની પેઢીની સ્માર્ટ વોચમાં ઇ-સિમ જેવી કોઈ વિશેષતા હશે, જેને સેમસંગ અને એપ્પલ તો પ્રોત્સાહન આપવાનું પણ ચાલુ કરી દીધું. જેમાં સિમ બદલ્યા વગર પણ મોબાઈલનો ઉપયોગ કરી શકાય. આશા છે કે આ નવી વિશેષતા માટે રિસ્ટેબલ વેપારની ભારતીય કંપનીઓ જલ્દી તૈયાર થઈ જાય.
થિંક પોસ્ટ: વર્ષ 2021માં ભારતમાં વિયરેબલ માર્કેટ વાર્ષિક ધોરણે 93.8 ટકા વધ્યું હતું. જયારે આઇડીસીના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ભારતનું વિયરેબલ માર્કેટ 144% વધીને 36.4 મિલિયન યુનિટ થયું. જે વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું માર્કટ કવરેજ છે.