સામાન્ય રીતે પારિજાત વૃક્ષ 10 ફૂટથી માંડીને 25 ફૂટ સુધીની ઊંચાઈના જોવા મળતાં હોય છે, પરંતુ કિંટૂરમાં રહેલું પારિજાતનું ઝાડ લગભગ 45 ફૂટ ઉંચાઈ અને 50 ફૂટની જાડાઈ ધરાવે છે!
મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
– પરખ ભટ્ટ
પારિજાત : એક પરિચય
સામાન્ય રીતે પારિજાત વૃક્ષ 10 ફૂટથી માંડીને 25 ફૂટ સુધીની ઊંચાઈના જોવા મળતાં હોય છે, પરંતુ કિંટૂરમાં રહેલું પારિજાતનું ઝાડ લગભગ 45 ફૂટ ઉંચાઈ અને 50 ફૂટની જાડાઈ ધરાવે છે! જેની સૌથી મોટી વિશેષતા તો એ છે કે એના પર ક્યારેય બીજ નથી આવતાં! તદુપરાંત, આ વૃક્ષની કલમ વાવી દેવાથી પણ બીજું કોઇ વૃક્ષ ઉગવાની સંભાવના નથી! વૈજ્ઞાનિકોએ ઘણા પ્રયાસ કરી જોયા કે પારિજાતનાં આ વૃક્ષમાંથી જ બીજું ઝાડ ઉગાડવામાં આવે, પરંતુ તમામ પ્રયોગો તદ્દન નિષ્ફળ ઠર્યા! જૂન મહિનાની આજુબાજુ પારિજાત પર ખૂબસૂરત સફેદ રંગના ફૂલ ખીલે છે. ફક્ત રાતનાં સમયે ઊગી નીકળનાર આ પુષ્પ સવાર થતાંવેંત જ કરમાઈ જાય છે. લક્ષ્મીપૂજનમાં આ પુષ્પનું મહત્વ સવિશેષ માનવામાં આવે છે, પરંતુ નોંધવા જેવી વાત એ છે કે પારિજાત પરથી ખરી પડેલા પુષ્પને જ પૂજામાં ઉપયોગમાં લઈ શકાય છે, બાકી વૃક્ષ પરથી પુષ્પ તોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
- Advertisement -
હરિવંશ પુરાણમાં પણ પારિજાતનાં વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. હરિવંશ પુરાણમાં એને કલ્પવૃક્ષની ઉપાધિ આપવામાં આવી છે, જેની ઉત્પત્તિ સમુદ્રમંથન દરમિયાન થઈ હતી. બાદમાં ઇન્દ્રએ તેને સ્વર્ગલોકમાં સ્થાપિત કર્યુ હતું. પુરાણમાં વર્ણવ્યાનુસાર, પારિજાતનાં સ્પર્શમાત્રથી જ દેવ નર્તકી ઉર્વશીનો થાક પળવારમાં ઉતરી જતો હતો.
અંતે સત્યભામાની જીદ્દ પાસે નમતું જોખીને શ્રીકૃષ્ણએ પોતાનાં દૂતને આદેશ આપ્યો કે સ્વર્ગલોકમાંથી પારિજાતનું વૃક્ષ લઈ આવે, પરંતુ ઇન્દ્ર તો ભારે હઠીલા! એમણે કૃષ્ણના દૂતને પારિજાત આપવાની મનાઈ ફરમાવી દીધી…!
પારિજાત કિંટૂર કેવી રીતે પહોંચ્યુ?
એક વાર દેવઋષિ નારદ પૃથ્વી પર ભગવાન શ્રીકૃષ્ણને મળવા પહોંચ્યા, ત્યારે પોતાની સાથે પારિજાતનાં સુંદર પુષ્પ લેતાં આવ્યા. એમણે કૃષ્ણનાં ચરણોમાં એ ફૂલો ભેટ ધર્યા. શ્રીકૃષ્ણે એ પુષ્પો બાજુમાં બેસેલી એમની અર્ધાંગિની રૂક્મણિને આપી દીધા, પરંતુ શ્રીકૃષ્ણની બીજી પત્ની સત્યભામાને જ્યારે ખબર પડી કે સ્વર્ગલોકમાંથી આવેલા પારિજાતનાં પુષ્પોને પ્રભુએ રૂક્મણિને ભેટ આપી દીધા, ત્યારે તેને ક્રોધ આવ્યો. પરિણામસ્વરૂપ, નાના બાળકની માફક તેઓ જીદ્દ પકડીને બેસી ગયા કે એમને પણ પોતાની વાટિકા માટે પારિજાતનું વૃક્ષ જોઇએ છે! શ્રીકૃષ્ણએ અનેક વખત સમજાવ્યા છતાં પણ સત્યભામા પોતાના આ નિર્ણય પર એકના બે ન થયા!
અંતે સત્યભામાની જીદ્દ પાસે નમતું જોખીને શ્રીકૃષ્ણએ પોતાનાં દૂતને આદેશ આપ્યો કે સ્વર્ગલોકમાંથી પારિજાતનું વૃક્ષ લઈ આવે, પરંતુ ઇન્દ્ર તો ભારે હઠીલા! એમણે કૃષ્ણના દૂતને પારિજાત આપવાની મનાઈ ફરમાવી દીધી. દૂતે ધરતી લોક પર આવીને કૃષ્ણને આ વિશે જણાવ્યું તો ભગવાને પોતે સ્વર્ગલોક પર આક્રમણ કર્યુ અને ઇન્દ્રને પરાજિત કરીને પારિજાતનું વૃક્ષ ધરતી પર લઈ આવ્યા. શ્રીકૃષ્ણથી રિસાઈને ઇન્દ્રએ પારિજાતને ફળથી વંચિત રહેવાનો શ્રાપ આપી દીધો. બસ, ત્યારથી જ પારિજાત ફળવિહીન થયું હોવાનું માનવામાં આવે છે. શ્રીકૃષ્ણે સત્યભામાની વાટિકામાં પારિજાતનું રોપણ તો કર્યુ, પરંતુ સત્યભામાને પાઠ ભણાવવા માટે એમણે એવી ગોઠવણ કરી કે પારિજાતનાં વૃક્ષ પર જેટલા પણ પુષ્પ આવે એ તમામ ખરીને રૂક્મણિની વાટિકામાં જ એકઠા થાય! આ કારણોસર, પારિજાતનાં વૃક્ષની નીચે ફૂલો ન ખરતાં, એનાથી થોડાક દૂરનાં અંતરે એ પુષ્પ એકઠા થતાં હતાં.
- Advertisement -
ત્યારબાદ જ્યારે પાંડવોએ કિંટૂરમાં અજ્ઞાતવાસ કર્યો, એ સમયે માતા કુંતી માટે એમણે ભગવાન શિવના મંદિરની સ્થાપના કરી, જે હાલમાં કુંતેશ્વર મહાદેવના નામે પ્રસિદ્ધ છે. કહેવામાં આવે છે કે માતા કુંતી પારિજાતનાં પુષ્પથી નિત્યપૂજા કરી શકે એ માટે પાંડવોએ સત્યભામાની વાટિકામાંથી પારિજાતનાં વૃક્ષને લાવીને અહીં સ્થાપિત કરી દીધું અને ત્યારથી જ એ વૃક્ષ અહીં હોવાની માન્યતા છે!
અન્ય એક માન્યતા એવી પણ છે કે, પારિજાત નામે એક રાજકુમારી હતી, જેને ભગવાન સૂર્ય સાથે પ્રેમ થઈ ગયો. રાજકુમારીએ અથાક પ્રયત્નો કર્યા હોવા છતાં પણ ભગવાન સૂર્યએ એનાં પ્રેમનો અસ્વીકાર કર્યો. રોષે ભરાઈને રાજકુમારી પારિજાતે આત્મહત્યા કરી લીધી! જે સ્થાન પર એની સમાધિ બનાવવામાં આવી હતી, ત્યાં આજે પારિજાતનું વૃક્ષ ઊગ્યું હોવાની ધારણા છે! પારિજાતનાં આ વૃક્ષનું ઐતિહાસિક તથા પૌરાણિક મહત્વ હોવાથી સરકારે એને સંરક્ષિત ઘોષિત કરી દીધું છે. અત્યંત દુર્લભ મનાતું એવું આ વૃક્ષ દેશની મહત્વની ધરોહરમાંનું એક છે, જેનાં લીધે તેના પર ટપાલ-ટિકિટ પણ જારી કરી દેવાઈ છે.
પારિજાતનાં ઔષધિય ગુણ
પારિજાતને આયુર્વેદમાં હરસિંગારનાં નામે પણ ઓળખવામાં આવે છે. એનાં ફૂલ, પાન અને છાલનો ઉપયોગ ઔષધિ બનાવવા માટે કરવામાં આવે છે. પારિજાતનાં પાંદડાનો સૌથી વધુ ઉપયોગ સાયટિકાનો રોગ દૂર કરવા માટે થાય છે. હ્રદયરોગ સંબંધિત વ્યાધિઓમાં એનાં પુષ્પ ઉત્તમ અસર દેખાડતાં હોવાનું વર્ણન છે.
વર્ષમાં એકવાર પારિજાત પર આવનારા ફૂલોનાં રસનું સેવન કરવામાં આવે, તો હ્રદયરોગથી બચી શકાય એમ છે. પારિજાતના પાંદડાને પીસીને મધમાં ભેળવી તેનું સેવન કરવામાં આવે, તો સૂકી ઉધરસનો ઇલાજ થઈ શકે છે. તેને ત્વચા પર લગાવવાથી ચામડી સંબંધિત રોગ મટી શકે છે. પારિજાતની કૂંપળ સ્ત્રી-રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. તેનાં બીજનો ઉપયોગ વાળ માટે સીરપ બનાવવામાં થાય છે. પારિજાતના પાનનો રસ તો ગમે એવા ક્રોનિક તાવને પણ મટાડી શકવાની ક્ષમતા ધરાવે છે!