1962ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત આ શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારથી દરેક ચૂંટણીઓમાં આ શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે પણ શાહી ક્યાંથી આવે છે અને તેની કિંમત શું છે?
ભારતમાં લોકસભા ચૂંટણી 2024 ચાલી રહી છે અને 19 એપ્રિલથી મતદાન શરૂ થયેલ ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે અને પરિણામ 4 જૂને આવશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે 7 મેના રોજ ગુજરાત સહિત 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થશે.
- Advertisement -
હવે એ તો બધા જાણીએ જ છે કે મતદાન કર્યા પછી ડાબા હાથની તર્જની પર વાદળી શાહી વડે નિશાન બનાવવામાં આવે છે, જેને લોકશાહીના તહેવારમાં સહભાગિતાનું નિશાન પણ માનવામાં આવે છે. તમારી આંગળી પરની વાદળી શાહી એ વાતનો પુરાવો છે કે તમે સરકાર બનાવવા માટે તમારો મત પાર્ટીને આપ્યો છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મતદાન કરતી વખતે તમારી આંગળી પર લગાવવામાં આવતી શાહી ક્યાંથી આવે છે અને તેની કિંમત શું છે?
1962ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત ઉપયોગ
1962ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત આ શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારથી દરેક લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં આ શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વોટિંગ દરમિયાન આંગળી પર શાહી લગાવવામાં આવે છે જેથી કરીને મતદાર ફરી વોટ ન કરી શકે. નકલી મતદાનને રોકવા માટે આવું કરવામાં આવે છે. આ શાહી આંગળીમાંથી જલ્દી ઉતરતી નથી. તેના નિશાન આંગળી પર લાંબા સમય સુધી રહે છે. ખાસ વાત એ છે કે આ શાહી આંગળી પર લગાવ્યા બાદ માત્ર 40 સેકન્ડમાં જ સંપૂર્ણપણે સુકાઈ જાય છે.
- Advertisement -
આ શાહી આપણા દેશમાં માત્ર એક જ જગ્યાએ બને છે
ચૂંટણીમાં વપરાતી આ શાહી આપણા દેશમાં માત્ર એક જ જગ્યાએ બને છે. આ જગ્યા છે મૈસુર .. અહીં મૈસુર પેઇન્ટ અને વાર્નિશ લીમીટેડ નામની સરકારી કંપની આવેલી છે, જે આ શાહી બનાવે છે.હાલના ડેટા પ્રમાણે આ લોકસભા ચૂંટણીમાં 26 લાખથી વધારે શાહીની બોટલનો વપરાશ થશે.
એક ડ્રોપની કિંમત લગભગ 12.7 રૂપિયા
MPVL દ્વારા ઉત્પાદિત શાહીની એક બોટલમાંથી ઓછામાં ઓછી 700 આંગળીઓ પર શાહી લગાવી શકાય છે. દરેક શીશીમાં 10 મિલી શાહી હોય છે. એક રિપોર્ટ અનુસાર, 10 મિલીલીટરની શાહીની બોટલની કિંમત લગભગ 127 રૂપિયા છે. એટલે કે આ 1 લીટરની કિંમત લગભગ 12,700 રૂપિયા હશે. જો આપણે એક ml એટલે કે એક ડ્રોપ વિશે વાત કરીએ, તો તેની કિંમત લગભગ 12.7 રૂપિયા હશે.
આ કંપની માત્ર ભારતીય ચૂંટણી પૂરતા જ નહીં પરંતુ વિશ્વના 25 જેટલા અલગ અલગ દેશમાં શાહી પુરી પાડે છે. આ શાહીની વિશેષતા અંગે વાત કરીએ તો.. આ શાહીમાં એક સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે, જે કોઈપણ અલ્ટ્રા વાયોલેટ લાઈટ અથવા સન લાઈટની સાથે રિએક્ટ કરે છે. આ અવિલોપ્ય શાહીની અસર બે થી ચાર અઠવાડિયા સુધી રહે છે. જેથી મતદાન બોગસ મતદાન કરવા જાય તો પકડાય જાય છે.