હિંદુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ કષ્ટ દૂર થાય છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્ત થાય છે. દરેક મહિનાની બંને પક્ષની એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે.
- Advertisement -
જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી અપરા એકાદશી તરીકે ઓળખાય છે. તેને અચલા એકાદશી પણ કહેવામાં આવે છે. આ વખતે અપરા એકાદશી 26મી મે, ગુરુવારે આવી રહી છે. આ એકાદશીનું ખાસ મહત્વ છે.
દરેક મનોકામના થશે પુરી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ આ દિવસે પૂજા અને ઉપવાસની સાથે કેટલાક જ્યોતિષીય ઉપાય કરે છે તો તેની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ દિવસે ગંગામાં સ્નાનની સાથે દાન વગેરેને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિને તમામ કાર્યોમાં સિદ્ધિ મળે છે.
- Advertisement -
અપરા એકાદશી પર કરો આ ઉપાયો
– જ્યોતિષ શાસ્ત્રની અપરા એકાદશીના દિવસે પીપળના ઝાડને જળ ચઢાવો અને ઘીનો દીવો પણ પ્રગટાવો. આમ કરવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિને સુખ-સમૃદ્ધિ મળે છે. દેવામાંથી છુટકારો મળે છે.
– એકાદશીના દિવસે ઘરના દરેક ખૂણામાં દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
– અપરા એકાદશીના દિવસે પૂજાની સાથે સાથે મંત્રોના જાપનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે ॐ नमो भगवते वासुदेवाय મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો.
– આ દિવસે ભગવાન શ્રી હરિની પૂજા શંખથી કરવામાં આવે છે અને તેઓ ભક્તોને સૌભાગ્ય આપે છે.
– આ દિવસે ભગવાન વિષ્ણુને ખીર ચઢાવો અને તેમાં તુલસીના પાન ચઢાવો, આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.
– આ દિવસે કપડાં, અનાજ, મીઠાઈ વગેરે જરૂરિયાતમંદોને દાન કરો.
– પીળો રંગ વિષ્ણુજીને ખૂબ પ્રિય છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, ગોળ, ચણાની દાળ વગેરે અર્પિત કરો.
– આ વખતે ગુરુવારે અપરા એકાદશી હોવાથી વ્યક્તિને બેવડો લાભ મળશે. આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો. તેનાથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત બને છે.