એક તસવીરમાં મંદિર પરિસરની અંદર પ્રકાશ દેખાતો હોવાના કારણે મંદિરનો નજારો ખૂબ જ અદભૂત દેખાય છે
અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરીએ રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આ પહેલા હવે રામ મંદીરની અંદરની તસવીરો સામે આવી છે. વાત જાણે એમ છે કે, રામ મંદિરના ગર્ભગૃહનો સુવર્ણ દ્વાર તૈયાર છે અને તેની તસવીરો પણ સામે આવી છે. અહીં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. એક તસવીરમાં મંદિર પરિસરની અંદર પ્રકાશ દેખાય છે. જેના કારણે મંદિરનો નજારો ખૂબ જ અદભૂત દેખાય છે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’માં હાજરી આપશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો પણ આ ભવ્ય સમારોહમાં હાજરી આપશે. આ સમારોહ માટે દેશભરમાંથી હજારો સંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને આમંત્રિતોમાં રામ મંદિરનું નિર્માણ કરનારા મજૂરોના પરિવારનો પણ સમાવેશ થાય છે. 22મી જાન્યુઆરીના રોજ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે, આ દિવસે 100 જેટલા સ્થળોએ પૂજા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકનૃત્યનું આયોજન કરવામાં આવશે.
આ સાથે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આમંત્રિત કરાયેલા લોકો જ આ દિવસે ગ્રીન કોરિડોર દ્વારા દર્શન કરી શકશે. 22 જાન્યુઆરી પછી મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે ક્યાં પાર્કિંગ હશે અને લોકો ક્યાં રોકાશે તે અંગે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા 15 જાન્યુઆરીથી સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થશે જે આગામી 70 દિવસ સુધી ચાલશે. 22 જાન્યુઆરી, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી યજમાન તરીકે અયોધ્યામાં હશે તે દિવસે 100 થી વધુ સ્થળોએ લોક નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો થતા જોવા મળશે.
- Advertisement -
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે 22મી જાન્યુઆરીએ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આમંત્રિત કરાયેલા લોકો જ દર્શન કરી શકશે. આ લોકો ગ્રીન કોરિડોરથી સીધા શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચશે પરંતુ 23 જાન્યુઆરીથી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દર્શનનો સમયગાળો લંબાવવામાં આવશે. વધુને વધુ લોકો દર્શન કરી શકે તે માટે બહારગામથી આવતા ભક્તો માટે પાર્કિંગથી લઈને સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. સુરક્ષાના દૃષ્ટિકોણથી 18 જાન્યુઆરીની રાતથી આવશ્યક મૂળભૂત સુવિધાઓ સિવાય કોઈ મોટું વાહન અયોધ્યામાં પ્રવેશ કરી શકશે નહીં.