અમાસ તિથી સાથે દિવાળી રવિવાર બપોર બાદ શરૂ થશે
સોમવારે સોમવતી અમાસ સાથે બપોરે પુર્ણ થતી હોય બેસતા વર્ષની ઉજવણી માટે મતમતાંતર
- Advertisement -
ગત વર્ષે પણ સુર્ય ગ્રહણના કારણે દિવાળી અને બેસતા વર્ષની સળંગ ઉજવણી ઉપર બ્રેક લાગી હતી
ખાસ-ખબર સંવાદદાતા
આગામી સપ્તાહથી દિપાવલીના પંચપર્વાત્મિકાનો પ્રારંભ થઇ રહ્યો છે. પણ, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી અને બેસતાં વર્ષ વચ્ચે એક દિવસનો ધોકો આવી રહ્યો છે. 2022માં પણ દિવાળી અને બેસતાં વર્ષ વચ્ચે સુર્યગ્રહણ હતું આ કારણે દિવાળી અને બેસતાં વર્ષની સળંગ ઉજવણી થઇ શકી નહોતીે. આ વર્ષે તિથીની અવઢવ વચ્ચે રૂપ ચતુર્દશી (કાળી ચૌદસ/ નરક ચતુર્દશી)ની તિથી પણ સળંગ નહોવાથી જે પરિવારો રૂપ ચતુર્દશીના દિવસે કુળદેવી કે સુરાપુરા દાદાના નિવેદ કરે છે તેઓની મુંઝવણ પણ વધી ગઇ છે. દિપાવલીપર્વ નજીક આવી રહ્યું છે.ત્યારે આ વર્ષે ફરી એકવાર દિવાળી અને બેસતાં વર્ષની ઉજવણી માટે મતમતાંતર ઉભા થયા છે. પંચાગમાં ઉલ્લેખ મુજબ દિવાળીના મહત્વના એવા ધન તેરસ પર્વ શુક્રવાર તા. 10મીએ બપોેરે 12-35થી શરૂ થશે. અને, તા.11મી શનિવાર બપોરે 1-57 સુધી રહેશેે. ત્યારબાદ રૂપ ચતુર્દશી શરૂ થશે.આ કારણે જે પરિવારો તેમના કુળદેવી/ દેવતા કે સુરાપુરા દાદાના નિવેદ સાંજના સમયે કરતાં હોય તેઓએ શનિવારે કરવાના રહેશે. રૂપ ચતુર્દશી તિથી તા.12મી નવેમ્બરે બપોરે 2-44 સુધી રહેશે.આથ ી બપોરે નિવેદ કરતાં પરિવારોએે રવિવારે બપોરે 2-44 સુધમાં કરવાના રહેશે.
રવિવાર તા.12મીએ બપોરે 2-44 બાદ દિવાળી (આસો વદ અમાસ) શરૂ થશે. અને સોમવાર બપોરે 2-56 સુધી રહેશે.આથી ચોપડા પુજન અને લક્ષ્મીપુજન રવિવારે સાંજે કરવું હિતાવહ છે. આ કારણે દિવાળી બાદ તુરંત જ સોમવતી અમાસ પણ આવશે. પણ, અમાસ તિથી બપોર સુધી હોય બેસતું વર્ષ સોમવારે બપોર બાદ ઉજવવું કે ધોકો પાળવો તેની અવઢવ ઉભી થઇ છે.હિંદુ શાસ્ત્ર અને જ્યોતિષીઓના મતે સુર્યોદયથી સુર્યોદય તિથી ગણવાનો રીવાજ હોય સોમવારે નહી પણ મંગળવારે બેસતું વર્ષ ઉજવાશે. કારણ કે, કારતક સુદ એકમ એટલે કે બેસતા વર્ષની ઉદિત તિથી તા. 14મીએ છે. અને બપોેરે 2-35 સુધી આ તિથી રહેશે.આ મુજબ સોમવારે ધોકો રહેશે અને મંગળવારે બેસતું વર્ષ ઉજવાશે. જો કે, કેટલાંક જ્યોતિષીઓના મતે સોમવતી અમાસ શુભ તિથી હોય સોમવારે બેસતું વર્ષ ઉજવવામાં કોઇ બાધ કે અડચણ નથી.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 2022માં તા.24 ઓક્ટોબરે દિવાળી પર્વ ઉજવાયું હતું અને તા.25મી ઓક્ટોબરે સુર્યગ્રહણ હોવાથી ધોકો રાખવામાં આવ્યો હતો. સુર્ય ગ્રહણના કારણે પણ લોકોએ બેસતું વર્ષ ઉજવવાનું ટાળ્યું હતું.પણ આ વર્ષે તિથીની એવું કોઇ ઠોસ કારણ નથી કે જેના કારણે દિવાળી અને બેસતાંવર્ષ વચ્ચે ફરજીયાતપણે ધોકો પાળવો પડે.! આ કારણે દિવાળી અને બેસતાં વર્ષ વચ્ચે ધોકો પાળવો કે નહીં તેના વિશે મતમતાંતર ઉભા થયા છે.