કાલે મિનિ દિવાળી
સાયન્સ મ્યુઝિયમ, ઓવરબ્રિજ, લાઈટ હાઉસ, એઈમ્સ ડીપી રોડનું લોકાર્પણ જ્યારે અમૂલ પ્લાન્ટ, સિક્સ લેન હાઈવે GIDC સહિતનાનું ખાતમુહૂર્ત: પોલીસ, SRP, હોમગાર્ડ, મહિલા પોલીસ, ટ્રાફીક બ્રિગેડ સહિત 3168 જેટલાં કર્મચારીઓ ખડેપગે
ખાસ-ખબર સંવાદદાતા
આમ તો તા. 24ના રોજ દિવાળીનો તહેવાર છે પરંતુ રાજકોટમાં મિની દિવાળીનો માહોલ ઉભો થયો છે. આવતીકાલે સાંજે 5 કલાકે વડાપ્રધાન મોદી કરોડોના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. રેસકોર્સ રિંગ રોડ ફરતે મોદી મોદીનાં મોટાં મોટાં બેનરો અને લોખંડની ઝાળીને નવા રંગરોગાન થઈ રહ્યા છે. ફરતી બાજુ રસ્તાને ડામરથી મઢવામાં આવી રહ્યા છે. રેસકોર્સમાં મોદીની સભામાં લગભગ એક લાખથી વધુની જનમેદની એકઠી થવાની છે. રેસકોર્સ મેદાનમાં જિલ્લા કલેક્ટ2ની દેખરેખ હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોટા અઈ સહિતની સુવિધાઓ સાથેનો જર્મન ટેક્નોલોજીનો ડોમ ઊભો ક2વામાં આવી રહ્યો છે. કરોડોના ખર્ચે તમામ અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર થનારો આ ડોમ માટે ખાસ કારીગરો દિલ્હી આગ્રા અને ગોધરા સહિતના વિસ્તારોમાંથી આવ્યા છે. લાઈટ, પંખા, કૂલ2, તેમજ બેસવા માટે ખુરસીની બેઠક વ્યવસ્થા અને પીવાનું પાણી સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. એરપોર્ટથી રોડ શો થશે અને પોલીસ હેડક્વાર્ટર સુધી રહેશે. આ રોડ શો દરમિયાન દરેક સમાજના આગેવાનો રસ્તા પર જ તેમનું સ્વાગત કરશે. શહેરમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંદોબસ્ત માટે શહેર અને અન્ય જિલ્લાઓમાંથી પોલીસ અધિકારીઓનો કાફલો બોલાવવામાં આવ્યો છે. પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, મહિલા પોલીસ, ટ્રાફીક બ્રિગેડ સહીત 3168 જેટલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે ખડેપગે રહેશે.
- Advertisement -
રાજકોટમાં દિવાળી પહેલાં દિવાળી જેવો માહોલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે વહીવટી તંત્રએ રાજકોટને દુલ્હનની જેમ શણગારી દીધું છે. શહેરમાં જિલ્લા પંચાયત, પોલીસ કમિશનર કચેરી, કલેક્ટર કચેરી, મેયર બંગલો, સરકીટ હાઉસ સહિતની સરકારી બિલ્ડિંગોમાં રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે. કિશાનપરા ચોકથી જુઓ તો રેસકોર્સ રિંગ રોડને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતાં અદ્દભૂત નજારો જોવા મળી રહ્યો છે.
- Advertisement -
છે રસમ અહીંની જુદી, ને છે રિવાજો યે નોખા, અમારે મન તો કેવળ… શબ્દો જ કંકુ ને ચોખા
કુલ 23 સ્થળ પર પાર્કિંગ વ્યવસ્થા, VVIP, VVP, પબ્લિક માટે અલગ સુવિધા
ખાસ-ખબર સંવાદદાતા
એકત્ર થનાર લાખોની મેદનીના વાહનો માટે શહેરભરમાં જુદા-જુદા ર3 સ્થળોએ પાર્કીગ ગોઠવવામાં આવ્યા છે. બસો માટે વિરાણી હાઈસ્કુલ ગ્રાઉન્ડ, ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ, હોમ ફોર બોયઝ ગ્રાઉન્ડ જામનગર રોડ, મોરબી હાઉસ ગ્રાઉન્ડ અને સોજીત્રાનગર ગ્રાઉન્ડ ખાતે પાર્કીગ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વીવીઆઇપી અને વીઆઇપી અધિકારીઓ અને ગેસ્ટ માટે પણ અલગ પાર્કીંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રેસકોર્ષ સભા સ્થળ નજીક માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેના ચબુતરાવાળા ગ્રાઉન્ડમાં 200 વાહનોનું પાર્કીગ નક્કી કરવામાં આવ્યું છે. આ સ્થળે બહુમાળી ચોકથી રેસકોર્ષના ગેઇટમાંથી પ્રવેશ વ્યવસ્થા ગોઠવાઇ છે. 50 વાહનો માટે બહુમાળી ભવન કમ્પાઉન્ડમાં, 40 વાહનો માટે ઇન્ડોર સ્ટેડીયમ કંમ્પાઉન્ડમાં, ફન વર્લ્ડ સામે સર ગોસલીયા માર્ગ ઉપર 60 વાહનો માટે, રૂરલ એસપી બંગલોવાળી શેરીમાં 60 વાહનો માટે, સર્કીટ હાઉસ સામે મેમણ બોર્ડીગ ગ્રાઉન્ડમાં 100 વાહનો માટે પાર્કીગ ઉભુ કરાયું છે. આ ઉપરાંત સરકીટ હાઉસ સામે એસબીઆઇ કોલોની ગ્રાઉન્ડમાં 100 વાહનો, ઇન્કમ ટેક્ષ ઓફીસ પાછળ રિલાયન્સ ગ્રાઉન્ડ 300 વાહનો, રાજકુમાર કોલેજ ગ્રાઉન્ડમાં 50 વાહનો માટે પાર્કીંગ ઉભું કરવામાં આવ્યું છે. જનરલ પબ્લીક માટે આરાધના સોસાયટીથી ગીત ગુર્જરી સોસાયટીના બગીચા સુધી એક સાઇડમાં, ગીત ગુર્જરી સોસાયટી સામેના પ્રાઇવેટ પ્લોટમાં , એરપોર્ટ ફાટક પાસે ગ્રામીણ વિકાસ બેંક ગ્રાઉન્ડમાં પાર્કીગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક વચ્ચે 300 વાહનો માટેની પાર્કીગ વ્યવસ્થા કરવામાં આવી છે. કિસાનપરા ચોક, કેન્સર હોસ્પીટલ ગ્રાઉન્ડમાં 300 વાહનો માટે હંગામી પાર્કીગ ઉભુ કરાયું છે.
ટ્રાફિક જવાનો અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણ
કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવી રહ્યા છે તેને લઈને શહેરમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. શહેરનાં મોટાભાગનાં મુખ્ય માર્ગો પર અત્યારથી જ વન-વે કરી દેતા ટ્રાફિક જવાનો તથા વાહન ચાલકો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.
છાત્રોને ગણિત-વિજ્ઞાનના પ્રયોગ અને ઈજનેરી-ટેક્નોલોજીનું જ્ઞાન મળશે
કાલે વડાપ્રધાન મોદી 10 એકરમાં બનેલા સાયન્સ સેન્ટરને ખૂલ્લું મુકશે
વડાપ્રધાન મોદી કાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ઈશ્વરિયા પાર્ક નજીક અંદાજે રૂ. 85 કરોડના ખર્ચે 10 એકર બનેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રને કાલે વડાપ્રધાન ખુલ્લું મૂકશે. આ એક એવું વિજ્ઞાન કેન્દ્ર છે, જેમાં લોકો ગમ્મત સાથે વિજ્ઞાનની દુનિયામાં વિહાર કરી શકશે અને વિવિધ જીવોની ઉત્પત્તિથી લઈને મશીન અને ટેક્નોલોજીની પ્રગતિઓને નિહાળી શકશે. આ સેન્ટર ગણિત, વિજ્ઞાન અને ઈજનેરી વિકાસને ધ્યાનમાં રાખીને બનાવાયું છે. છ અલગ- અલગ થીમ આધારિત ગેલેરી બનાવી છે. આ સિવાય જ્ઞાન સાથે ગમ્મત પીરસતી વિવિઘ રાઇડ્સ અને ઝોન્સ પણ વિકસાવવામાં આવ્યા છે.
લાઇટ હાઉસ: 118 કરોડનો ખર્ચ, દરેક ફલેટમાં 2 રૂમ
રૈયા વિસ્તારમાં તૈયાર થયેલો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ. મહત્વપૂર્ણ એટલે કારણ કે, ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં પસંદગી કરવામાં આવેલા 6 શહેરોમાં રાજકોટ એક છે. આ પ્રોજેક્ટ હેઠળ રૂ. 118 કરોડના ખર્ચે અદ્યતન ટેકનોલોજીથી ઊઠજ-ઈંઈં પ્રકારના 1100થી પણ વધુ આવાસો બનાવવામાં આવ્યા છે.