દિવાળી પહેલા વાઘ બારસ, ધન તેરસ અને કાળી ચૌદસ ઉજવવામાં આવે છે, આજે વાઘ બારસના દિવસે ગાયની પૂજા કરવાનું મહત્વ છે. એવું કહેવાય છે કે આમ કરવાથી આપણે બધા જ દેવી-દેવતાઓની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે.
દિવાળીને પાંચ દિવસનો તહેવાર કહેવામાં આવે છે જેની શરૂઆત ધનતેરસથી થાય છે. આ પહેલા વાઘ બારસ ઉજવવામાં આવે છે. આજે બારસ છે અને ગુજરાતી પંચાગ મુજબ આસો વદ બારસને વાક્ બારસ કહેવાય છે. આજની આ બારસને ઘણા લોકો વાઘ બારસ તો ઘણા લોકો વાક્ બારસ કહે છે. દિવાળી પહેલા વાઘ બારસ, ધન તેરસ અને કાળી ચૌદસ ઉજવવામાં આવે છે. વાક્ શબ્દનો અર્થ વાણી, વાચા કે ભાષા થાય છે, બીજી તરફ વાઘ બારસમાં લોકો ‘વાઘ’નો અર્થ ‘વાઘ’ માને છે. પરંતુ માન્યતા અનુસાર વાઘ શબ્દનો ઉપયોગ અગાઉ ઘરેલું પ્રાણીઓના ટોળા માટે પણ થતો હતો. જો ઘેટાં, બકરા કે ગાયનું ટોળું હોય તો લોકો તેના માટે વાઘ શબ્દનો ઉપયોગ થતો હતો.
- Advertisement -
વાઘ બારસે ગાય માતાની પણ પૂજા કરવાનું મહત્વ છે. પૌરાણિક કથા અનુસાર, જે દિવસે દેવો અને દાનવોએ ભેગા થઈને સમુદ્ર મંથન કર્યું અને ત્યારે કામધેનુનું પ્રાગટ્ય થયું તે દિવસ આસો વદ બારસનો હતો. જે મહિલાને સંતાન ન હોય તે મહિલા આ દિવસે ગાયની પૂજા કરે છે તો તેમને સંતાન સુખ મળે છે. સાથે જ આપણે ગાયને માતા કહીએ છીએ અને આજના દિવસે ગાયનું પૂજન કરવાથી આપણને બધા જ દેવતાઓનું પૂજન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે વાઘ અથવા વાક બારસના દિવસે મા સરસ્વતી અને ગાય માતાની પૂજા કરવાનો પણ અનેરો મહિમા છે.
(ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ-ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)