ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાનું ઘણું મહત્ત્વ છે. ત્યારે આજે જાણીએ ધનતેરસ પર સાવરણી કેમ ખરીદવી જોઈએ, નવી સાવરણી અને જૂની સાવરણીનું શું કરવું જોઈએ?
ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીની સાથે કુબેર દેવ અને ભગવાન ધનવતરીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. ધનતેરસનો દિવસ કોઈપણ નવી વસ્તુ ખરીદવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાહન, ઘર-જમીન, લક્ષ્મી-ગણેશની મૂર્તિઓ અને વાસણોની ખરીદી ઉપરાંત સાવરણી ખરીદવાનો પણ નિયમ છે. તો ચાલો જાણીએ ધનતેરસના દિવસે સાવરણી કેમ ખરીદવામાં આવે છે અને તેની પાછળની માન્યતા શું છે.
- Advertisement -
આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. દિવાળીનો સંબંધ સાફ સફાઈ સાથે પણ છે એટલે કે આને સાવરણી સાથે પણ જોડવામાં આવે છે. ત્યારે આજે જાણીએ ધનતેરસ પર સાવરણી કેમ ખરીદવી જોઈએ, નવી સાવરણી અને જૂની સાવરણીનું શું કરવું જોઈએ?
માત્ર સોનું અને ચાંદી જ નહીં પણ સાવરણી પણ ખરીદો
ધનતેરસના દિવસે સોનું, ચાંદી, પિત્તળ, વાહનો, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ વગેરેની ખરીદી કરવામાં આવે છે. પરંતુ તેની સાથે ધનતેરસ પર સાવરણી ખરીદવી પણ મહત્ત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી હંમેશા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ક્યારેય નાણાકીય અવરોધ નથી આવતા અને ઘરમાં લક્ષ્મીજીના આશીર્વાદ બની રહે છે.
- Advertisement -
ધનતેરસ પર સાવરણી ખરીદવાનું મહત્ત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ધનતેરસ પર સાવરણી ખરીદવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે. ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે તે માટે સાવરણી ખરીદો અને ધનતેરસના દિવસે તેની યોગ્ય રીતે પૂજા કરો. સાવરણી ઘરમાંથી ગરીબી દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનું પરિભ્રમણ વધારે છે. જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ ધનની દેવી લક્ષ્મી નિવાસ કરે છે. એટલે જ ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાનું પણ મહત્ત્વ છે.
મંદિરમાં સાવરણીનું દાન કરો
ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાની સાથે મંદિરમાં સાવરણીનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થાય છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન અને સમૃદ્ધિનું વરદાન આપે છે. ક્યારેય દેવું કે ગરીબીનો સામનો ન કરવો પડતો નથી.
ધનતેરસ પર સાવરણી ક્યારે અને કેવા પ્રકારની ખરીદવી?
ધનતેરસ પર અથવા બપોર પછી અને સૂર્યાસ્ત પહેલા ઝાડુ ખરીદો. રાત્રે સાવરણી ખરીદવાથી અશુભ ફળ મળશે. ઓછામાં ઓછા 2 સાવરણી ખરીદો. એક તમારા ઘરમાં રાખો અને એક મંદિરમાં દાન કરો. જો તમે ધનતેરસ પર સાવરણી ખરીદીને ઘરે લાવી રહ્યા છો, તો પહેલા તેને પૂજા માટે મંદિરની પાસે રાખો. સાવરણી ક્યારેય ઉભી ન રાખવી, સાવરણી હંમેશા આડી રાખવી શુભ હોય છે. સાવરણી રાખવા માટે દક્ષિણ-પશ્ચિમ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધનતેરસના અવસર પર માત્ર ફૂલ સાવરણી અથવા નેતરની સાવરણી જ ખરીદો. પરંતુ પ્લાસ્ટિકની સાવરણી ખરીદશો નહીં. ધનતેરસ માટે 1, 2 કે તેથી વધુ સાવરણી પણ ખરીદી શકો છો. સાવરણી ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે ક્યાંય તૂટી ન જાય.
જૂની સાવરણી સાથે શું કરવું?
જો તમે ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદીને ઘરે લાવતા હોવ તો જૂની સાવરણીને ફેંકી ન દો, પરંતુ તેને ક્યાંક સાફ જગ્યાએ મૂકી દો. સાવરણીને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ તેને જોઈ ન શકે.
(ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ-ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)