સાંજે 6.45 કલાકે રાજોપચાર પદ્ધતિથી થતી આરતીમાં હજારો ભક્તો જોડાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજ આજના શનિવારના પવિત્ર દિવસે ભક્તોના સંકલ્પ સિદ્ધ કરતા અને પ્રગટ પ્રમાણ, હાજરાહજૂર બિરાજમાન મહાપ્રતાપી બાલાજી દાદાને રંગબેરંગી પુષ્પોના દિવ્ય શણગાર કરાયા છે આ દિવ્ય શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અહીં શનિવાર અને મંગળવારનું વિશેષ મહત્વ રહેલું છે આ એવું મંદિર છે જ્યાં દાદાની રાજો ઉપચાર પદ્ધતિથી આરતી થાય છે આજે સાંજે સંધ્યા આરતી માં હજારો ભક્તો જોડાશે ,આજે શનિવારના પવિત્ર દિવસે અહીં 50 હજાર થી પણ વધારે ભક્તો દાદાના દર્શને આવે છે અને દાદાના અલૌકિક અને દિવ્ય દર્શન કરી ભાવ વિભોર બને છે આપ પણ આજની સંધ્યા આરતીમાં પરિવાર સાથે પધારો અને દાદાની મહાઆરતીનો અલભ્ય લાભ લો આરતીનો સમય સાંજે 6.45નો રહેશે જેની ભાવિક ભક્તજનોએ નોંધ લેવી તેમ મંદિરની યાદીમાં જણાવાયું છે.