ખાસ-ખબર સંવાદદાતા
દીવમાં વિકાસલક્ષી કામોની સમીક્ષા કરવા, વિવિધ પ્રોજેક્ટના અમલીકરણને વેગ આપવા અને આગામી મે મહિનામાં દીવમાં યોજાનારી જી-20ની બેઠકની સમગ્ર તૈયારીઓની સમીક્ષા કરવા માટે યુનિયન પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દીવના પ્રવાસે છે. આ ક્રમમાં, જી-20 બેઠકના સફળ આયોજન માટે જરૂરી તમામ તૈયારીઓની યોગ્ય સમીક્ષાને ધ્યાનમાં રાખીને, 03-01-2023 ના રોજ, પ્રશાસક અને દિલ્હીથી આવેલી જી-20 ટીમ અને તેના વડા સંયોજક હર્ષવર્ધનજીએ ઘોઘલા સર્કિટ હાઉસની મુલાકાત લીધી.ઘોઘલા બીચ, દીવ કિલ્લો, ઈંગજ ખુકરી યુદ્ધ જહાજ, ફર્ન લક્ઝરી સીસાઇડ રિસોર્ટ, નાગવા ટેન્ટ સિટી, નાગવા બીચ, રાધિકા રિસોર્ટ, એરપોર્ટ, ફુડમ ગંગેશ્વર મંદિર, એજ્યુકેશન હબ અને નાયડા ગુફાની મુલાકાત લીધી. પ્રશાસકે સંબંધિત અધિકારીઓને તેમને લગતા તમામ કાર્યોની અસરકારક અને ગુણવત્તાયુક્ત અમલવારી માટે જરૂરી નિર્દેશો, સૂચનો અને માર્ગદર્શિકા આપી હતી.