રાજકોટ – જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ ટી.બી.ફોરમની બેઠક ૮ સપ્ટેમ્બરે બપોરે ૧..૩૦ વાગ્યે યોજાશે. કલેકટર કચેરીના મીટીંગ હોલ ખાતે યોજાનારી આ બેઠકમાં ગત મીટીંગની કાર્યવાહી વંચાણે લઇ જરૂરી કાર્યવાહી કરવી, જિલ્લા ક્ષય કેન્દ્રની કામગીરીની સમીક્ષા,તથા અધ્યક્ષસ્થાનેથી રજૂ થનારા અન્ય મુદ્દાઓ સંબંધી કામગીરી કરવામાં આવશે. સંબંધિત સર્વે સરકારી વિભાગોના અધિકારીઓને આ બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા જિલ્લા ક્ષય અધિકારીની યાદીમાં જણાવાયું છે.
ડીસ્ટ્રીકટ ટી.બી.ફોરમની બેઠક ૮ સપ્ટેમ્બરે
You Might Also Like
Follow US
Find US on Social Medias