ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં ચૂંટણી પ્રક્રિયા અંગે વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સોમવારે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મોરબી માળીયા પંથકમાં પંચાસર, નાની વાવડી તેમજ બગસરા ગામના મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સોમવારે મોરબી અને માળીયા તાલુકાના પંચાસર, નાની વાવડી અને બગસરા ગામના મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોને મળીને આગામી વિધાનસભા ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાઈ અને લોકોમાં વધુમાં વધુ મતદાન અંગેની જાગૃતતા આવે તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.