‘‘મનરેગા’’ હેઠળ વધુને વધુ ગ્રામ્ય શ્રમિકો રોજગારીનો લાભ મેળવવા અનુરોધ
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના અધ્ક્ષસ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળના પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મનરેગા, શ્યામાપ્રસાદ રૂર્બન મિશન યોજના, એન.આર.એલ.એમ. સહિતના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા માટે કારોબારીની બેઠક યોજાઈ હતી.
- Advertisement -
દેવ ચૌધરીએ મનરેગા યોજના તળે વધુને વધુ પ્રકલ્પો જોડી શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે રાજકોટ જિલ્લાના તમામ ગામોમાં યોજનાનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને આવાસ નિર્માણ માટે જરૂરી આર્થિક સહાયનો લાભ અપાવવા તેઓએ આ તકે જણાવ્યું હતું.
ડી.આર.ડી.એ. નિયામક જે.કે. પટેલે ઉપસ્થિત સભ્યોને વિવિધ યોજનાઓની ભૌતિક તેમજ નાણાકીય માહિતી પુરી પાડી હતી. અને સ્વચ્છ ભારત મિશન તેમજ નિર્મળ ભારત મિશન અભિયાન હેઠળ થયેલા કામોની વિગતો રજુ કરી હતી.
- Advertisement -
આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.