રાજકોટ : રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા એથ્લેટીક્સ રમતની સિનિયર પુરુષો અને મહિલાઓ માટે ૧૦૦ મી. ૨૦૦ મી. ૪૦૦ મી. ૮૦૦ મી. અને ૧૫૦૦ મી. દોડ સ્પર્ધા તા. ૫ ઓગસ્ટના રોજ સવારે ૭ કલાકે રાજકોટના રેસકોર્સ સિન્થેટિક ગ્રાઉન્ડ ખાતે યોજાશે. સ્પર્ધામા ભાગ લેવા ઇચ્છુક ખેલાડી તેમના જન્મ આધાર સાથે ઉપસ્થિત રહેવા રાજકોટ જિલ્લા સિનિયર કોચ શ્રી રમા મદ્રાએ જણાવ્યું છે.
જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર ખેલાડી રાજ્ય કક્ષાએ રમવા જશે. રાજ્ય કક્ષાની સ્પર્ધા મહિલાઓ માટે તા. ૭ ઓગસ્ટ અને પુરુષો માટે તા. ૯ ઓગસ્ટના રોજ હિંમતનગર ખાતે યોજાશે. વધુ વિગત માટે જિલ્લા સિનિયર કોચ કચેરી રાજકોટ (ફોન નં ૦૨૮૧-૨૪૪૭૦૮૦) નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.