કચરાના પોઇન્ટ દૂર કરી ટ્રેક્ટરમાં કચરો લઈ જવા અધિકારીઓને સૂચના
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.4
ગીર સોમનાથ જિલ્લા કલેકટરએ વેરાવળ શહેરને સ્વચ્છ બનાવવા માટે બીડું ઝડપ્યું છે. વેરાવળમાં બે દિવસ પહેલા નગરપાલિકાના અધિકારીઓ સાથે સ્વચ્છતા અને સુઘડતા સંદર્ભ કલેકટરએ રિવ્યૂ બેઠક યોજી હતી.
- Advertisement -
ત્યારબાદ ગત સાંજે વોર્ડ નંબર-9 ખાતે આવેલ સરસ્વતી શાળામાં સ્થાનિક રહીશો પાસેથી સ્વચ્છતા સંદર્ભની રજૂઆતો સાંભળી હતી. તેમજ, તેના નિરાકરણ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. કલેકટરએ વેરાવળ શહેર વિસ્તારમાં કચરાના એક પણ પોઇન્ટ ન રહે અને ડોર ટુ ડોર કચરો ફક્ત ટ્રેક્ટરમાં જ લઈ જવા માટેની કડક સૂચના નગરપાલિકાના અધિકારીઓને આપી હતી. કલેક્ટરએ શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો ક્યારે ઉપાડવામાં આવશે. તેના સમય સાથેના માર્ગદર્શિત કરતા બોર્ડ લગાવવા માટે પણ ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત, બોર્ડમાં જે-તે વોર્ડના જવાબદાર અધિકારીઓના નામ લખવા પણ જરૂરી સૂચનાઓ હતી.