રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રીસર્વ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાનામાર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લાના પડધરી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સફળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ પ્રજાલક્ષી કલ્યાણકારી યોજના અંતર્ગત “સૌને અન્ન, સૌને પોષણ”“ધન્યવાદ મોદીજી”ની થીમ સાથે રાજકોટ જીલ્લામાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતગર્ત લાભાર્થીઓને અનાજ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સાથે અન્નના લાભાર્થીઓને થેલી વિતરણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે જીલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ હઠુભા જાડેજા, પડધરી તાલુકા મહિલા મોરચા પ્રમુખ વંદનાબેન સોની, બ્રહ્મ સમાજના પ્રમુખ વિનોદભાઈ દવે, પડધરીસરપંચ જીજ્ઞાબેન પરમાર, ઉપસરપંચ ચેતનસિંહ જાડેજા, મામલતદાર વિરોજાબેન સહીતના પડધરી તાલુકાના ભાજપના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે જીલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ હઠુભા જાડેજા તથાપડધરી તાલુકા મહિલા મોરચા પ્રમુખ વંદનાબેન સોનીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો કોઇપણ નાગરિક ભોજન વગર ન રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તમામ જરૂરીયાતમંદોને રાશનકીટ સાથે થેલી વિતરણ કરવામાં આવ્યું હતુ.