ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રી મેળો ચાલી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા અનેક કામગીરીની સાથે નશામુક્ત અભિયાન પણ ચલાવવામાં આવ્યુ છે. ભવનાથ વિસ્તારમાં આવતા યાત્રીકોને એન.એન.ડી. પી.એસ. જાગૃતિ આવે તે માટે પેમ્ફલેટસનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. મેળામાં છેલ્લા બે દિવસમાં કુલ પ09 ઇસમો વિરૂઘ્ધ અસરકારક કામગીરી તેમજ ટ્રાફીક અચડણરૂપ કુલ 300 વાહનો ટોઇંગ કરેલ હતા. તેની સાથે 26 વાહનોના એન.સી.કેસ કરેલ તેમજ કુલ 99 ગુમ થયેલ બાળક મહિલા, વૃઘ્ધને શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યુ હતુ.આ રીતે શિવરાત્રી મેળામાં નશામુકતી અભિયાનને વધુ વેગ મળે તે માટે પોલીસે સરાહનીય કામગીરી કરી છે.
મેળામાં પોલીસ દ્વારા નશામુક્તિ અભિયાન બાબતે પત્રિકાનું વિતરણ
