રાજકોટ – આઝાદીના ૭૫મા વર્ષમા પ્રવેશ સાથે દેશભરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવવામા આવી રહ્યો છે. જે અન્વયે તા. ૧૦ ઓક્ટોબરના રોજ દેશભરના પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો દ્વારા વરિષ્ઠ વયના લોકોને નિઃશુલ્ક મેડીકલ કીટ, ફરી મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ જેનેરિક દવા અંગે પરિચર્ચા કરવામાં આવી હતી.
- Advertisement -
રાજકોટમાં સ્ટડી ગાઈડ એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર, લાભ કોમ્પ્લેક્ષ, તોરલ પાર્ક મેઈન રોડ, બી.ટી.સવાણી. કિડની પાછળ, યુનિવર્સિટી રોડ, કિશાનપરા ચોક સ્થિત નોડલ જન ઔષધિ કેન્દ્ર સહીત તમામ કેન્દ્રો પર બહોળા પ્રમાણમાં ફ્રી મેડિકલ ફર્સ્ટ એડ કીટનું વિતરણ તેમજ હેલ્થ ચેકઅપ કેમ્પ કાર્યક્રમો હાથ ધરાયા હતાં.
કિશાનપરા ચોક જન ઔષધિ કેન્દ્ર ખાતે ધારાસભય ગોવિંદભાઇ પટેલ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, નિવૃત કેપ્ટન જયદેવ જોષી, નિવૃત સાર્જન્ટ વનરાજસિંહ જાડેજા તથા અન્ય મહાનુભવોએ ઉપસ્થિત રહી જેનેરિક દવાની જાગૃતિ અર્થે લોકોને સમજ પુરી પાડી હતી.
- Advertisement -
આ તકે જેનેરિક દવા માર્ગદર્શન અર્થે પરિચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર એસ.એસ. વ્યાસ, ડો. કિરીટ વોરા, ડો. હાપાલિયાએ ઉપસ્થિત રહી જેનેરિક દવાનું મહત્વ સમજાવ્યું હતું.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP) હેઠળ ઉપલબ્ધ દવાઓની કિંમત બ્રાન્ડેડ દવાઓ કરતા ૫૦% – ૯૦% ઓછી હોય છે અને હાલમાં પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખાતે ૧,૪૫૧ દવાઓ અને ૨૪૦ સર્જીકલ સાધનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નવી દવાઓ અને ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સ જેમ કે ગ્લુકોમીટર, પ્રોટીન પાવડર, માલ્ટ આધારિત ફૂડ સપ્લિમેન્ટ્સ, પ્રોટીન બાર, ઇમ્યુનિટી બાર વગેરે માર્કેટ કરતા ખુબજ સસ્તા દરે મળે છે.