ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં લમ્પી વાયરસના કારણે અનેક ગાયોના મોત થયા હતા તો જે ગાયો લમ્પી વાયરસનો શિકાર બની હતી તે ગાયોમાં હજુ પણ રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઓછી જોવા મળી રહી છે ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે ગાયના શુધ્ધ ઘી ના 72 ટન સુખડીના લાડુ બનાવી જીલ્લાની વિવિધ ગૌ શાળામાં વિતરણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો ત્યારે મોરબીમાં લમ્પી વાયરસગ્રસ્ત ગાયોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે શુધ્ધ ઘી અને આયુર્વેદિક ઔષધીયુક્ત 72 ટન લાડુ બનાવવામાં આવ્યા છે જેનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે અને મોરબીના વાવડી રોડ પર આવેલ સતનામ ગૌ શાળામાં તેમજ કબીર આશ્રમ ખાતે આવેલ ગૌ શાળામાં અઢી ટન લાડુ વિતરણ કર્યા હતા.
- Advertisement -
મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ભાગવત સપ્તાહ દરમિયાન એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે લોકડાયરામાં જે રૂપિયા આવશે તે ઉપરાંત દાતાઓના આર્થિક સહયોગથી તેમજ પોતાના ખીસ્સામાંથી રૂપિયા એકઠા કરી ગાયના શુદ્ધ ધી ની 72 ટન સુખડી બનાવી જીલ્લાની વિવિધ ગૌ શાળામાં વિતરણ કરવામાં આવશે. હાલ કાંતિભાઈ અમૃતિયા અને તેમના સ્વયંસેવકોની ટીમ દ્વારા 72 ટન સુખડી બનાવવી વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને પ્રથમ દિવસે વાવડી ખાતે આવેલ સતનામ ગૌશાળા તેમજ કબીર આશ્રમમાં સુખડીના લાડુનું વિતરણ કર્યું હતું તેમજ આગામી દિવસોમાં અન્ય ગૌ શાળામાં પણ શુદ્ધ ધીના લાડુનું વિતરણ ચાલુ રહેશે તેમ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું.