પૂજા કગથરા
કન્સલ્ટન્ટ ડાયેટિશિયન
મો. 94294 22995
દરેક જન્મેલા બાળક માટે માતાનું દૂધ એ સંપુર્ણ આહાર છે. શિશુનો જન્મના પ્રથમ 6 મહિના સુધી સ્તનપાનનું મહત્વ વિશેષ હોય છે. માતાનું દૂધ એ બાળકની રોગપ્રતિકારક શક્તિના નિર્માણમાં ખુબ મદદરૂપ છે.સ્તનપાન કરાવતી માતાએ પોતાના આહારમાં યોગ્ય ખોરાકની પસંદગી કરવી ખુબ જરૂરી છે.યોગ્ય આહારના પાલનથી ધાવણની કવોલિટી અને ક્વોન્ટિટીમાં સુધારો થાય છે.અને બાળકને જે દૂધ મળે છે તે બધા યોગ્ય પોષકતત્ત્વથી ભરેલું છે.
2. ઓમેગા એસિડ એ મગજના વિકાસ માટે બાળકો માટે જરૂરી ઓમેગા-3 ફેટી એસિડ છે. બાળકની નર્વસ સિસ્ટમ,ત્વચા અને આંખોના વિકાસ માટે ઓમેગા-3 ફેટ મહત્વપૂર્ણ છે. દરેક સ્તનપાન કરાવતી માતાઓએ 250 થી 375 મિલીગ્રામ ઓમેગા-3 લેવું જોઈએ.
- Advertisement -
3. પ્રવાહી : સ્તનપાન કરાવતી માટે પૂરતા પ્રવાહી પીવા જોઈએ. કારણકે તે દૂધ ઉત્પાદનમાં મદદ કરે છે. જો પૂરતા પ્રમાણમાં પ્રવાહી ન લેવામાં આવે તો ડીહાઇડ્રેશન અને દૂધનો પુરવઠો ઓછો થઇ શકે છે. 1 પાણી 2 નાળિયેર પાણી 3 વેજિટેબલ સૂપ 4 રાગી કાંજી 5 છાસ 6 દૂધ 7 ફળોના જ્યુશ વગેરે સ્તનપાન કરાવતી માતા માટે સારા વિકલ્પ છે.
4. મેથીના દાણા : મેથી એ સ્તનપાન કરાવતી માતાઓને વર્ષોથી અપાય છે. મેથી એ દૂધની સપ્લાય વધારવા માટે ઉપયોગી છે. સાથે – સાથે તેમાં રહેલું ઓમેગા-3 એ બાળકના બ્રેઈન ડેવલોપમેન્ટ માટે ઉપયોગી છે. લીલી મેથી વિટામિન ઇ, કેલ્શિયમ ,બીટા-કેરોટીન અને આર્યનનો પણ સારો સ્ત્રોત છે.
5. વરિયાળી : તે દૂધની કવોલિટી અને ક્વોન્ટિટી બંનેમાં સુધારો કરે છે. તથા તે બાળક અને માતાને ગેસ અને અપચા જેવી તકલીફોથી દૂર રાખે છે.
- Advertisement -
6. લસણ : લસણ એ ઇમ્યુનીટી બુસ્ટીંગ ફૂડ તરીકે જાણીતું છે. તે બાળકના હાર્ટ માટે ખુબ મહત્વનું છે. આ ઉપરાંત લસણ એ માતાના દૂધની સુગંધ અને ટેસ્ટ બનેમાં સારી અસર કરે છે.
7. પપૈયું : દૂધના ઉત્પાદનમાં વધારો કરવા માટે પણ પપૈયા એ કુદરતી રીતે જ કામ કરે છે. આ ઉપરાંત પપૈયામાં હિલીગ કરવાના ગુણો પણ રહેલા છે.
8. ગાજર, બીટ, શક્કરિયા : ગાજર અને બીટ એ માતાના દૂધમાં વધારો કરવા માટે ખુબ અગત્યના છે. આ ઉપરાંત તેમાં રહેલું વિટામિન-એ દૂધની કવોલિટીને વધારે ગુણવતા યુક્ત બનાવે છે.
9. તુલસી : સ્તનપાન કરાવતી માતા દ્વારા પવિત્ર તુલસીનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. તે દૂધ ઉત્પાદનમાં સહાયક છે. તથા તે સારી ભૂખ લાગવા માટે તથા આંતરડા માટે ખુબ ઉપયોગી છે. તેના ઉપયોગથી માતા તથા બાળક શરદી-ઉધરસ જેવી બીમારીથી દૂર રહે છે.
10. ઓટમીલ : સ્તનપાન કરાવતી માતાઓએ તેમના આહારમાં ઓટ્સનો સમાવેશ કરવો જોઈએ, જે પચવામાં ખુબ હળવા હોય છે તથા મિલ્ક પ્રોડશનને વધારવા માટે ઉપયોગી છે.
11. જીરું, અજમો, અળસી : જીરું એ પાચનતંત્ર માટે આ ઉપરાંત જીરું અને અજમો એ કબજિયાત,એસીડીટી જેવા પેટના દર્દો માટે ખુબ ઉપયોગી છે. તે વિટામીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. આખી રાત પલાળેલું જીરું એ સ્તનપાન કરાવતી માતા માટે ખુબ ઉપયોગી છે
12. તલ :તલ એ કેલ્શિયમનો મુખ્ય સ્ત્રોત છે તે બાળકના ગ્રોથ માટે ખુબ મહત્વનું છે. ડિલિવરી પછી માતાની રિકવરી માટે પણ ખુબ ઉપયોગી છે
13. જવ : જવ એ દૂધમાં વધારો કરે છે.અને હાઈડ્રેટેડ રાખે છે.
14. સત્તાવરી, ખસ-ખસ : સતાવરી એ ફાઈબર થી ભરપૂર ખોરાક છે. તે વિટામિન એનો મહત્વપૂર્ણ સોર્સ છે. તે સારા દૂધ માટે સ્તનપાન કરાવતી માત્રા માટે દવા સમાન છે.
15. જરદાળુ અને બ્રાઉન રાઇસ : જરદાળુ એ બ્રાઉનરાઇસ એ હોર્મોન બેલેન્સ કરવા માટે ખુબ ઉપયોગી છે. ડીલેવરી પછી માતા માટે તે એનર્જી આપતો મહત્વનો ખોરાક છે.
16. સુવાદાણા : સુવાદાણા એ મેગ્નેસિયમ,આર્યન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. જે દરેક સ્તનપાન કરાવતી માતા આઈડીયલ ખોરાક છે.
17. લીલીભાજી સરગવો અને મોરિંગા : આ દરેક વેજીટેબલ એ એન્ટીઓકસીડેંટથી ભરપૂર હોય છે. તે માતા બાળક માટે ખુબ ઉપયોગી છે.
18. ચણા : ચણા એ માતા તથા બાળકનું સુપરફૂડ છે. તે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે. તેમાં રહેલું કેલ્શિયમ એ દૂધની ક્વોન્ટિટી વધારવા માટે ઉપયોગી છે.
19. મસૂર દાળ, 20. ટોફુ, 21. તરબુચ, 22. મીઠો લીમડો
આ દરેક ખોરાક ધાત્રી માતાઓ માટે ઉત્તમ આહાર છે. શાંત ચિતે સ્તનપાન કરાવવું એ દરેક માતા માટે સૌથી અગત્યની બાબત છે. આ ઉપરાંત સ્તનપાન કરાવતી માતાએ ભય,ચિંતા,ઉચાટ વગર ખુબ જ પ્રસન્નતા પૂર્વક બાળકને સ્તનપાન કરાવવું.