સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
દરેક જન્મતું બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માનવજાતમાંથી વિશ્વાસ ગુમાવ્યો નથી
- Advertisement -
-ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર
આપણો કહેવાતો સભ્ય સમાજ કોઈ અલગ વ્યક્તિત્વને સ્વીકારી શકતો નથી. દરેક વ્યક્તિ અપૂર્ણ હોવા છતાં તે તે અપૂર્ણતાનો ઉત્સવ મનાવી શકતી નથી. દેખાવ, સ્વભાવ, વિચાર, આવડતો તે બધાના ચોકઠા આપણે બનાવી લીધા છે અને કોઈ તે ચોકઠામાં બંધબેસે તો જ તે આપણા માન સન્માનને લાયક છે એવું આપણા મગજમાં ઠસી ગયું છે. હાથ કે પગથી અપંગ માણસોની ઠેકડી પ્રત્યક્ષ કે પરોક્ષરીતે આપણે ઉડાવતા હોઈએ છીએ. સૌથી ખરાબ હાલત તો માનસિક સમસ્યાઓ ધરાવતા લોકોની થાય છે. કાં તો તેમને ગાંડો, પાગલ, ચક્રમ જેવા વિશેષણોથી નવાજવામાં આવે છે અથવા તેમને ભગવાનનું બાળક, દિવ્યાત્મા બનાવીને તેમના નામનો વેપલો આદરવામાં આવે છે. થોડા વર્ષો પહેલા રાજકોટમાં આવા કમલેશભાઈ નામના એક યુવાન સાથે આવું જ થયું હતું. આવી જ એક શારીરિક સ્થિતી છે ઓટીઝમ. એક દસકા પહેલા એક અનુરાગ બસુનું એક અદભૂત મૂવી આવેલું – બરફી જેમાં પ્રિયંકા ચોપરાએ તેના જીવનનું સર્વોત્તમ પરફોર્મન્સ આપેલું તે ફિલ્મમાં ઓન એવું જ કહેવાયેલું કે ઓટિઝમ કે એવી કોઈ માનસિક સ્થિતી ધરાવતા લોકો એ નથી પાગલ કે નથી કોઈ દેવદૂત. શા માટે આપણે તેમની સાથે સામાન્ય માણસો જેવો વ્યવહાર નથી કરી શકતા? તેમનામાં પણ ઘણી પ્રતિભા છુપાયેલી હોય છે અને તેમને લાચાર, બિચારા ગણવાને બદલે જો તેમને તે ખીલવવાનો મોકો આપીએ તો તેઓ પણ તેમના જીવનની સાર્થકતા પામી શકે. હમણાં જોયેલ એક ફિલ્મના પ્રતાપે આવા વિચારો મનમાં ઘુમરાવા લાગ્યા. તુંબાડ ફિલ્મના કારણે પ્રસિદ્ધ થયેલા પ્રોડ્યુસર, એક્ટર સોહમ શાહ દ્વારા અભિનીત અને હિટ, કેસરી જેવી ફિલ્મોનું લેખન કરી ચૂકેલા ગિરીશ કોહલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ક્રેઝી (ઈફિુડ્ઢુ). ફિલ્મની વાર્તા એક અપહૃત એવી ઓટીઝમ ધરાવતી ક્ધયા અને તેને પહેલા અપમાનિત કરતા પણ પછી તેના પ્રત્યેના પ્રેમના લીધે તેને બચાવવા મરણિયા થતા તેના ડોકટર પિતાની આસપાસ ઘૂમે છે. ફિલ્મ દોઢ કલાકની હોવાથી ફાલતુ ગીતો, રોમાન્સ કે કોમેડી માટે જગ્યા રહેતી નથી. કલાઈમેક્સમાં થોડું કાચું કપાયું હોવા છતાં અત્યારની બુદ્ધિ વગરની રીમેકો, બાયોગ્રાફીઓ કે ભંગાર મસાલા ફિલ્મોના ફાલમાં આ એક જોવાલાયક ફિલ્મ તો છે જ. ફિલ્મની પટકથાને એક આગવું પાસુ એ છે કે તેમાં મુખ્ય પાત્ર એવા ડોકટર સિવાય બીજું કોઈપણ પાત્ર પડદા પર આવતું નથી. મુખ્ય પાત્રનું નામ અભિમન્યુ રાખીને તેને મહાભારતના અભિમન્યુની જેમ જ મુસીબતના ચક્રવ્યૂહમાં ફંસાયેલો બતાવ્યો છે. જેસ્પર કેઈડનું પાર્શ્વસંગીત દરેક દૃશ્યને ઉઠવ આપે છે. સોહમ શાહે ઘણી હદ સુધી પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. પણ ફિલ્મના અંતમાં એ જ વાત મુકેલી છે કે શા માટે આપણે માનસિક દિવ્યાંગતાને કા અર્શ કેનોચી ફર્શ પર જ મૂકીએ છીએ. તેઓ સામાન્ય માણસોની જેમ જીવી ન શકે. કુદરતે તેમની સાથે અન્યાય કર્યો છે એટલે જ અનિવાર્ય છે કે આપણે તેમને ન્યાય અપાવીએ.
પૂર્ણાહુતિ:
- Advertisement -
મૂળે ઇડિયટ શબ્દનો અર્થ નગરથી અને સામાન્ય લોકોથી દૂર રહેતો પ્રખર બુદ્ધિશાળી માણસ એવો થતો હતો
(શીર્ષક પંક્તિ: રમેશ પારેખ)