તંત્રની નોટિસ બાદ હવે બાંધકામની મંજૂરી મેળવવા માટે કોર્મેશિયલ હેતુ કરવો જરૂરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર સર્વે નંબર 1163 વાળી રહેણાક હેતુ બિનખેતી કરેલ પ્લોટ પર કોનેશિયલ બાંધકામ કરી પાર્ટી પ્લોટનું નિર્માણ થઈ ચૂક્યું છે. ત્યારે રહેણાક હેતુના પ્લોટ પર કોમેશિયલ બાંધકામ અને તે પણ મંજૂરી વગર એટલે કે ગેરકાયદેસર બાંધકામ સામે આવત નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારી હતી. આ તરફ તંત્રે નોટિસ ફટકારતા પ્લોટ માલિક મનસુખભાઈ પટેલ દ્વારા મંજૂરી માટે દોડધામ શરૂ કરી હતી પરંતુ જે પ્લોટ પર કોમર્શિયલ બાંધકામ કરાયું તે પ્લોટ રહેણાક હેતુ હોવાથી પાર્ટી પ્લોટની મંજૂરી મળવી અશક્ય છે જેના લીધે હવે પહેલા તો આ પ્લોટને રહેણાક હેતુમાંથી કોમર્શિયલ હેતુફેર કરવો પડે તેમ છે જ્યારે આ હેતુફેર માટેના નિયમો મુજબ બાંધકામ ઉભુ હોવાથી બિનખેતી હેતુમાં ફેરબદલ કરવી પણ અશક્ય છે જોકે પોતે રાજકીય અને રૂપિયાના જોરે બધું જ કરવી શકે તેવો ફાંકો રાખીને ફરતા હોવાથી હાલ તો રહેણાક હેતુમાંથી કોમર્શિયલ હેતુ કરવા માટે દોડધામ શરૂ કરી છે. આ તરફ કર્મ નંબર 2થી 6 સુધીના પ્લોટની જગ્યાએ અન્ય પ્લોટ પર પણ બાંધકામ કરી દેવાયું છે જેમાં પાર્ટી પ્લોટ માટેનું બાંધકામ કરવા માટે મનસુખભાઇ પટેલના પ્લોટની સાથે બાજુમાં રહેલા નિવૃત પીએસઆઇના પ્લોટ પર પણ બાંધકામ થઈ ચૂક્યું છે જેથી મનસુખભાઇ પટેલ કદાચ પોતાના પ્લોટને કોઈપણ પ્રકારે હેતુફેર કરાવી શકે તો બાજુમાં રહેલા નિવૃત પીએસઆઇના પ્લોટ પર કરેલું ગેરકાયદેસર બાંધકામ પર મંજૂરી લેવું આકરી પડી શકે છે જેથી હવે બાંધકામની મંજૂરી લેવા માટે રહેણાક પ્લોટને કોમર્શિયલ હેતુમાં બાંધકામ સાથે ફેરફાર કરવા માટે ક્યાંકને ક્યાંક અધિકારીઓને અને કર્મચારીને કૌભાંડ આચરવાની ફરજ પડે તેવું ચિત્ર પણ અહીં સ્પષ્ટ નજરે પડે છે.