રાજકોટમાં ભોગગ્રસ્તે PMને ફરિયાદ કરતાં દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર
સમય આવશે ત્યારે જવાબ આપીશ પોલીસ-મીડિયા સમક્ષ દેવાયતની ફિશિયારી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં 7 ડિસેમ્બરના રોજ ‘રાણો રાણાની રીતે’ ફેમ લોકકલાકાર દેવાયત ખવડ સહિત બે શખસે બિલ્ડર પર પાઇપથી હિચકારો હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસ ફરિયાદમાં દેવાયત ખવડ છેલ્લા 10 દિવસથી પોલીસ પકડથી દૂર હતો. ત્યારે હુમલાનો ભોગ બનેલા બિલ્ડર મયૂરસિંહ રાણાએ હવે ન્યાય માટે સીધી જ ઙખઘમાં લેખિત ફરિયાદ કરતા દેવાયત ખવડને પણ રેલો આવ્યો અને સીધો ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવા દોડી આવ્યો છે. દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતા એ ડિવિઝન પોલીસ પણ તેમનો કબ્જો લેવા પહોંચી ગઈ હતી. બાદમાં દેવાયત ખવડને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તેણે મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, સમય આવશે ત્યારે જવાબ આપીશ.
મયૂરસિંહે ફરિયાદમાં પોલીસ કાર્યવાહી ન થતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ઙખઘમાં કરેલી ફરિયાદમાં 2021માં ઘટેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમજ ઙખઘ સુધી મયૂરસિંહ રાણાએ આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માગ કરી છે.
જોકે ક્ષત્રિય સમાજની રજૂઆત બાદ ઉઈઙ ઝોન 2 સુધીરકુમાર દેસાઇએ મીડિયાને નિવેદન આપતાં જણાવ્યું હતું કે, દેવાયત ખવડને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે. દેવાયત ખવડનાં આશ્રયસ્થાનો પર તપાસ હાથ ધરાઇ છે. તેની સાથે સંકળાયેલા લોકોનાં પણ નિવેદન લેવામાં આવ્યાં છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને મોબાઈલ નંબર પર ટેક્નિકલ સેલની મદદથી નજર રાખવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનોને પણ તટસ્થ તપાસની ખાતરી આપી છે.