ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા ગ્રામ પંચાયતની મિટિંગ મળી હતી જેમાં અંદાજે સવા પાંચ કરોડનું બજેટ રજૂ કરવામાં આવેલ તે સર્વનું મતે પાસ કરવામાં આવેલ તેમજ વિકાસના કામો પણ મંજૂર કરેલ અને જુના વેરા વસુલાત માટે કડક પગલાં લેવાનો પણ ઠરાવ પસાર કર્યો હતો સરપંચ જે. ડી. ખાવડુ ઉપ સરપંચ ચંદ્રેશભાઈ ખુંટ મંત્રી વસીયર સદસ્યશ્રીઓ ધર્મેન્દ્રભાઈ વાળા સુરેશભાઈ પાનસુરીયા બીપીનભાઈ હડિયા પરસોતમભાઈ ઢેબરીયા શ્રવણભાઈ ખેવલાણી કમલેશભાઈ સોલંકી મગનભાઈ વગેરે હાજર રહ્યા હતા અને મેંદરડા પંચાયતમાં વિકાસ કામોને વધુ વેગ આપવા કરોડો રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવેલ હતી.