30 વર્ષ બાદ મહાશિવરાત્રી પર આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેમાં શિવની પૂજા કરવાથી જલ્દી ફળ મળશે પણ આ મહાશિવરાત્રિના દિવસે ભૂલથી એ ન કરતાં આ કામ..
ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહોતસ્વ ઉજવવામાં આવે છે. આ દિવસને મહાશિવરાત્રી કહેવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023ના રોજ છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે પૂર્ણ ભક્તિ સાથે શિવ શંભુની પૂજા કરે છે તેને શ્રેષ્ઠ જીવનસાથી મળે છે અને પૈસા, સંતાન અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓનો પણ અંત આવે છે. આ વર્ષની મહાશિવરાત્રી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 વર્ષ બાદ મહાશિવરાત્રી પર આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેમાં શિવની પૂજા કરવાથી જલ્દી ફળ મળશે.
- Advertisement -
ખાસ છે આ વખતની મહાશિવરાત્રિ
આ દિવસે જે લોકો સાચી ભક્તિ અને શ્રદ્ધાથી ઉપવાસ કરે છે તેમના પર શિવજી અવશ્ય પ્રસન્ન થાય છે અને તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. મહાશિવરાત્રીનો આ શુભ દિવસ તમામ પ્રકારના શુભ કાર્યો કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સાથે જ આ વર્ષની મહાશિવરાત્રિને પણ ખાસ માનવામાં આવી રહી છે. મહાશિવરાત્રી શુભ દિન 18 ફેબ્રુઆરીએ છે. આ સાથે જ આ દિવસે શનિ પ્રદોષ વ્રત પણ મનાવવામાં આવી રહ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર, પ્રદોષ વ્રતનું પાલન કરવાથી ભગવાન શિવ દરેક મનોકામના પૂર્ણ કરે છે અને તેમના ભક્તોને પ્રસન્ન રાખે છે. સાથે જ આ દિવસે મહાશિવરાત્રી પણ આવી રહી છે. આવી સ્થિતિમાં, આ શુભ સંયોગથી અમુક લોકોને વિશેષ લાભ મળશે.
મહાશિવરાત્રી અને પ્રદોષ વ્રતનો શુભ સમય:
મહાશિવરાત્રીની ચતુર્દશી તિથિ 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ રાત્રે 08:02 વાગ્યે શરૂ થશે અને 19 ફેબ્રુઆરી, 2023 ના રોજ સાંજે 04:18 વાગ્યે સમાપ્ત થશે.
17 ફેબ્રુઆરી 2023, શુક્રવારની રાત્રે 11 વાગ્યાને 36 મિનિટ પર પ્રદોષ વ્રતની શરૂઆત થશે, જેનું સમાપન 18 ફેબ્રુઆરી, શનિવારે રાત્રે 08 વાગ્યાને 02 મિનિટ પર થશે. ઉદયતિથિ અનુસાર પ્રદોષ વ્રત 18 ફેબ્રુઆરીએ જ મનાવવામાં આવશે. શનિ પ્રદોષ વ્રતની પૂજાનો સમય સાંજે 06.13 થી 08.02 સુધીનો રહેશે.