ખાસ-ખબર સંવાદદાતા
હાલમાં સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો ચાલી રહ્યા છે તે અંતર્ગત આજે શનિવારે મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામની પ્રાથમિક શાળાનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જે કાર્યક્રમમાં રાજ્યમંત્રીને શિક્ષકોની ઘટ મામલે રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસ અગ્રણીની બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે ગામની શાળામાં ત્રણ શિક્ષકોની ઘટ હોય આ બાબતે રાજયમંત્રીને રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસ નેતા મૂકેશ ગામી કાર્યક્રમમાં પ્રવેશ કરે તે પહેલાં ગેટ પાસેથી જ બી ડિવિઝન પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. આ બનાવને મોરબી કોંગ્રેસે સરકારની તાનાશાહી ગણાવી કોંગી આગેવાનની અટકાયતને વખોડી કાઢી હતી.
મહેન્દ્રનગર ગામે શાળા પ્રવેશોત્સવમાં રાજ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસ નેતાની અટકાયત
