યુક્રેનના પાટનગર કીવમાં રશિયન સેનાની નાશ કરવામાં આવેલી ટેકો,તોપો સહિતના શસ્ત્રોના કાટમાળનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 24 મેથી આ પ્રદર્શન કીવના માયખાઇલિવસ્કા સ્કવેરમાં શરુ થયું છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે રશિયાના ફેલ કરવામાં આવેલા શસ્ત્રો અને તેના કાળમાળની તસ્વીરો પોસ્ટ કરી હતી.
યુધ્ધ પછી કીવમાં પહેલી વાર યોજાયેલી ઇવેન્ટમાં લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. અનેક યુવાઓ તોપ અને ટેંકોની નજીક સેલ્ફી લેતા નજરે પડયા હતા. નાગરિકો અને નાના બાળકો કુતુહલવશ ભંગાર થઇ ગયેલા શસ્ત્ર સરંજામને નિહાળ્યો હતો.