ન્યુઝિલેન્ડનાં ઉપ વડાપ્રધાન ભારતની યાત્રાએ છે. ત્યારે ગત રોજ મોડી રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અગાઉ તેઓએ 2020 માં વિસ્ટન પિટર્સે ભારતની મુલાકાત લીધી હતી. વિદેશમંત્રીનાં આમંત્રણથી અધિકારીક યાત્રાએ ભારતમાં આગમન કર્યું.
ન્યુઝિલેન્ડમાં ઉપ વડાપ્રધાન ભારતની યાત્રાએ છે. ત્યારે ગત રોજ મોડી રાત્રે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ટર્મિનલ 2 ખાતે આવી પહોંચ્યા હતા. તેઓ આજે રાત્રે રાત્રિ રોકાણ કરશે. ત્યારે બાદ અમદાવાદ શહરેમાં દિવસ દરમ્યાન રૂપરેખા અનુસાર કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ મોડી સાંજે દિલ્હી જવા રવાના થશે. ઉપપ્રધાનમંત્રી વિસ્ટન પિટર્સન 13 માર્ચ સુધી ભારતમાં રોકાણ કરશે.
- Advertisement -
New Zealand's Deputy PM Winston Peters arrives in Ahmedabad for official visit to India
Read @ANI Story | https://t.co/J1wbG50PCQ#NewZealand #India #WinstonPeters #Ahmedabad pic.twitter.com/BuBWqGRX6i
— ANI Digital (@ani_digital) March 10, 2024
- Advertisement -
2020 માં નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી તરીકે ભારતની મુલાકાતે આવ્યા હતા
વડાપ્રધાન તા. 12 માર્ચના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન અમદાવાદનાં ગાંધી આશ્રમ ખાતે આવશે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પહેલા ન્યુઝીલેન્ડના ઉપપ્રધાનમંત્રી ખાસ કરીને અમદાવાદ મુલાકાતે આવી રહ્યા છે. તે અતિ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. અગાઉ તેઓ વર્ષ 2020 માં નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી તરીકે ભારતની મુલાકાતે આવ્યા હતા.
એરપોર્ટનાં ટર્મિનલ 2 પાસે આગ લાગી હતી
ન્યુઝિલેન્ડનાં વડાપ્રધાન બપોરે એરપોર્ટ પર પહોંચે તે પહેલા રવિવારે એરપોર્ટનાં ટર્મિનલ 2 પાસે આગ લાગી હતી. ત્યારે આગ લાગ્યાની જાણ એરપોર્ટ એર્થોરિટીને થતા એરપોર્ટ એર્થોરિટીએ તાત્કાલી ધોરણે આગ પર કાબુ મેળવ્યો હતો.