દર વર્ષે 40 કરોડ લોકો ડેંગ્યુના વાહક એન્ડીંઝ મચ્છરની ઝપટમાં: ભારતમાં દરરોજ 600થી વધુ ડેંગ્યુના કેસો
લગભગ ચાર અબજ લોકો એવી જગ્યાએ રહે છે જયાં ડેંગ્યુનો ખતરો સરળતાથી ફેલાઈ શકે છે. હાલ લગભગ 40 કરોડ લોકો તેનાથી સંક્રમિત છે.
- Advertisement -
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ગત સપ્તાહે આ બારામાં ચેતવણી જાહેર કરી હતી. ડબલ્યુએચઓ મુજબ દુનિયાભરમાં ડેંગ્યુથી લગભગ 129 દેશો અસરગ્રસ્ત થશે. ડબલ્યુએચઓના વૈશ્વીક કાર્યક્રમનાં પ્રમુખ ડો.રમન વેલાયુધને જણાવ્યું હતું કે ડેંગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. વર્ષ 2000 માં દુનિયાભરમાં 5 લાખ કેસ બહાર આવ્યા હતા.જયારે વર્ષ 2022 માં તે વધીને 42 લાખથી વધુ થઈ ગયા અર્થાત આઠ ગણાથી વધુ વધ્યા.
સૌથી સામાન્ય સંક્રમણ
ડેંગ્યુ સૌથી આમ વાયરલ સંક્રમણ છે જે મચ્છરોથી લોકોમાં ફેલાય છે. ડેંગ્યુથી પીડિત લોકો એકથી બે સપ્તાહમાં ઠીક થઈ જાય છે. પરંતુ કેટલાંક લોકોને ગંભીર ડેંગ્યુ થાય છે અને તેમને હોસ્પીટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. ડો.વેલાયુધનના અનુસાર બીજી વાર સંક્રમણ થાય તો તે ઘાતક બની શકે છે.ડેંગ્યુ એન્ડીઝ જાતિના મચ્છરથી ફેલાય છે.
ગ્લોબલ વોર્મીંગ મોટું કારણ
જલવાયુ પરિવર્તનના કારણે યુરોપમાં ડેંગ્યુ અને ચિકન ગુનિયા જેવી મચ્છર જન્ય વાયરલ બિમારીનો ખતરો વધ્યો છે.પુર, વરસાદ, અને ભીષણ ગરમીથી ડેંગ્યુના મચ્છર પોષણ પામતા હોય છે. પાણીની કમી થવા છતાં પણ મચ્છર જીવીત રહેવામાં સફળ થાય છે.
- Advertisement -
ભારતમાં દરરોજ ડેંગ્યુના 600 થી વધુ કેસ
ભારતમાં દરરોજ સરેરાશ 600 થી વધુ ડેંગ્યુના કેસ બહાર આવે છે. ગત વર્ષે 35 રાજયો અને કેન્દ્ર શાસીત રાજયોમાં 2,33,251 ડેંગ્યુનાં કેસ બહાર આવ્યા હતા. 1996 માં પહેલા મોટા-પ્રકોપ બાદથી ભારતમાં ડેંગ્યુનો ફેલાવો 1312 ટકાથી વધુ વધ્યો છે.