કોરોનામાંથી માંડ બહાર આવ્યા ત્યાં યુક્રેન યુદ્ધ નડયું અને હવે આ મીની નોટબંધી: આક્રોશ
હવે કોઈ રૂ.2000ની નોટો લેશે નહી: વ્યાપાર પર અસર થવાનો ભય
- Advertisement -
દેશમાં ફરી એક વખત મીની નોટબંધીમાં રૂા.2000ની ચલણીનોટો તા.30 સપ્ટે. 2023 સુધીજ ચલણમાં રહેશે તેવી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ જાહેરાત કરીને દેશભરમાં મીની અણુબોમ્બ ઝીકી દીધો હોય તેવી સ્થિતિ બનાવી છે. વાસ્તવમાં 2016ની નોટબંધીથી શું લાભ થયો તેની ચર્ચા રજુ પણ અંતહિન રીતે ચાલુ છે અને તેનાથી જે આર્થિક ફટકો પડયો છે તેમાં રીકવરી કેટલી થઈ તે પણ પ્રશ્ન છે.
પરંતુ તે સમયે જ સરકારે રૂા.2000ની ચલણી નોટો અંગે લગભગ બે વર્ષની લગામ ખેચી રાખી હતી અને નવી નોટોનું પ્રીન્ટીંગ બંધ કરી દીધું હતું તથા બેન્ક દ્વારા આ ગુલાબી નોટો ઈસ્યુ કરવાનું બંધ થયું અને પછી એટીએમમાં પણ આ ચલણી નોટો મળતી ન હતી તે સમયથી જ સરકાર રૂા.2000ની ચલણી નોટો સાથે કોઈ મોટી ‘ચાલ’ રચશે તે નિશ્ચિત હતું પણ આટલી ઝડપી રમશે તે પણ હજું અશ્ચિત અર્થતંત્રની સ્થિતિમાં તે ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે.
ગઈકાલની જાહેરાત બાદ ફરી એક વખત નાના વેપારીઓ તથા લઘુ ઉદ્યોગો અને મધ્યમવર્ગને ફટકો પડશે. જો કે અગાઉની નોટબંધી જેવી અફડાતફડી સર્જાશે નહી. એસએમઈ ચેમ્બર્સ ઓફ કોમર્સના રાષ્ટ્રીય પ્રમુખ ચંદ્રકાંત આલુંબોએ કહ્યું કે, ઉદ્યોગો અને ખાસ કરીને નાના ઉદ્યોગો માટે પરેશાનીનો કોઈ અંત જ નથી. કોરોનાની સ્થિતિમાંથી માંડ બહાર આવી રહ્યા હતા તે સમયે યુક્રેન યુદ્ધ ફુગાવો નડી ગયો અને હવે આ નોટબંધી, નાના ઉદ્યોગો પાસે રૂા.2000ની ચલણી નોટોનો વ્યવહાર હોય છે તેને હવે આ નોટો બદલવાની ચિંતા કરવી પડશે.
- Advertisement -
ફેડરેશન ઓફ એસો. ઓફ મહારાષ્ટ્રના પ્રમુખ જીતેન્દ્ર શાહ કહે છે કે લોકોમાં ડર પેસી જશે. હવે કોઈ રૂા.2000ની નોટ સ્વીકારશે નહી. ધંધા પર અસર થશે. ભારત મર્ચન્ટ ચેમ્બરના પ્રમુખ વિજય ભોરિયા કહે છે કે, સરકારે હજું પણ રૂા.2000ની નોટો પાછી ખેંચવાની પ્રક્રિયા ચાલુ રાખવી જરૂરી હતી જેથી ફકત બ્લેકમની ધરાવનારને જ નુકશાન થતું હોય. ભલે આ નોટોનું ચલણી ઓછુ હોય તો પણ આ વ્યાપાર-ધંધાને નુકશાન થશે.