કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચોધરીની પત્રકાર જગદીશ મહેતા વિરુધ્ધ એટ્રોસીટીની ફરિયાદ
રાજકોટ શહેર પ્રિન્ટ એન્ડ ઈલેક્ટ્રોનિકન મીડિયા એસો. દ્વારા કલેક્ટરને આવેદન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટથી પ્રસિધ્ધ થતાં સવારના દૈનિક હેડલાઈન ન્યૂઝના ગુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર, લેખક, કોલમિસ્ટ અને રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા વિરુધ્ધ તાજેતરમાં વ્યારા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના નવ નિયુક્ત નેતા તુષાર અમરસિંહ ચોધરીએ એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. નિર્ભય ન્યૂઝ’ નામના ન્યૂઝ વેબ પોર્ટલ પર મહિલા પત્રકાર, એન્કર ગોપી પાંઘર સાથે એક પ્રશ્નોત્તરી દરમિયાન આદિવાસી સમાજની પૂર્વ તેમજ વર્તમાન સ્થિતિ અને આદિવાસી નેતાઓની આર્થિક-સામાજિક તુલનામાં તળપદી ભાષા પ્રયોગને લઈને તુષાર ચૌધરી દ્વારા તેનું અતાર્કિક અર્થઘટન કરી એ પ્રશ્નોતરીના વીડિયોમાંથી ચોક્કસ સંવાદને એડિટ કરી વીડિયો વાયરલ કરવામાં આાવ્યો હતો. આમ કરીને તુષાર ચૌધરીએ આદિવાસી સમાજને ઉશ્કેરવાની ચેષ્ટા કર્યા બાદ જગદીશ મહેતા સાથે રાગદ્વેષ રાખી એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. આથી રાજકોટ શહેર-જિલ્લાના તમામ પ્રિન્ટ-ઈલેકટ્રોનિક્સ અને સોશ્યલ મીડિયાના પત્રકારો, ફોટોગ્રાફરી, રિપોર્ટરો અને કેમેરામેનોએ ધારાસભ્ય તુષાર ચૌધરીની આ દબાણપૂર્વકની રાજનીતિનો વિરોધ કરે છે.
લોકશાહીના ચોથા સ્તંભને દબાવી પોતાની રાજકીય કારકિદિને ચમકાવવાની આ હીન પ્રયાસને અમો શખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. જો આ તથાકથિત ફરિયાદ પરત ખેંચવામાં નહી આવે તો લોકશાહીની રક્ષા માટે-લોકોની સમસ્યા માટે કાયમ અને ચોવીસેય કલાક ખડેપગે રહેતા મીડિયા કર્મીઓ સ્વયં પીતિકી બિરાદરી પર થયેલી આ બિનકાયદેસર ફરિયાદને પરત ખેંચાવવા રાજ્યભરમાં ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશે જેની સઘળી જવાબદારી લાગતા-વળગતા તંત્રની રહેશે.