સોસાયટીના રહીશોએ લેખિત રાવ કરી મંજુર થયેલાં રોડને પૂર્ણ કરવા મુખ્યમંત્રી ફરિયાદ સેલમા પ્રશ્ર્ન ઉઠાવવા પાલિકા પાસે દંડો પછાડ્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
ટંકારા શહેરના હાઈવે કાંઠે આવેલ અયોધ્યાપુરી વિસ્તારમા પાલીકાએ નવો રોડ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી એક મહિના પૂર્વે મુખ્ય માર્ગ ખોદી નાખ્યા બાદ કોન્ટ્રાકટર ગુમ થઈ જતા અહીંયા વસનારા પરીવારો સુવિધા ને બદલે ઠોકરો ખાઈ ગબડી રહ્યા છે. ઉબડખાબડ રસ્તા પર પસાર થવુ દુષ્કર બન્યુ છે. અહીંયા ના રહીશોએ પેવર બનાવવા ખોદકામ કરાયેલા રોડનુ ખોરંભે પડેલ કામ સત્વરે ચાલુ કરવા લેખિત રજુઆત કરી માંગણી ઉઠાવી પાકા રોડ નો મુદ્દો મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ મા ફરીયાદ રૂપે દાખલ કરવા ધોકો પછાડ્યો હતો. ટંકારા હાઈવે આવેલ અયોધ્યાપુરી સોસાયટી વિસ્તારમા મુખ્ય માર્ગ પાકો બનાવવા નુ કામ મંજુર થયા બાદ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટર મારફતે કામગીરી આરંભી દેવાઈ હતી આ વખતે વિસ્તાર ના પરીવારો નવો પાકો રોડ મળવાની ખુશી મા ખોદકામ કરાયેલ ઉબડખાબડ રસ્તા પર પસાર થવુ દુષ્કર હોવા છતા ખુશ હતા. પરંતુ અહીંયા વસનારા પરીવારો એક મહિના જેવો લાંબો સમય વિતવા છતા કામ શરૂ થયુ નહોતુ અને કોન્ટ્રાકટર પણ ફરકતા ન હોવાથી અકળાઈ ઉઠ્યા હતા. અને અહીંયા ના મહેશ સારેસા, પ્રવિણ સોલંકી, જીતુભાઈ વાઘેલા, સાગર રાણવા, પ્રવિણભાઈ ચૌહાણ, હેમંત પાંચાલ સહિતનાઓએ નગરપાલિકા ને મગર ની પીઠ જેવા માર્ગ થી મુક્તિ આપી પાકો માર્ગ બનાવવા ભારે રોષ વ્યક્ત કરીને લેખિત રાવ કરી આગામી દિવસોમા નવો રોડ સત્વરે પૂર્ણ કરવા મુખ્યમંત્રી ફરીયાદ સ્વાગત મા પ્રશ્ર્ન મુકવા નગરપાલિકા સમક્ષ માંગણી ઉઠાવી હતી.