ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદર મામલતદારની જગ્યા ભરવા અને અનુભવી નાયબ મામલતદાર તેમજ રેવન્યુ તલાટી મૂકવા પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલને લેખિત રજૂઆત કરતા જિલ્લા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ કોટીલા. હાલમાં વિસાવદર મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીમાં તમામ સ્ટાફની સાગમટે બદલી કરવામાં આવેલ છે જેથી બિન અનુભવી અને જુનાગઢ થી અપડાઉન કરતા સ્ટાફની નિમણૂક થતા વહીવટી કામગીરી ખોરંભે પડી છે જેથી વિસાવદર તાલુકા મામલતદાર ની રેગ્યુલર નિમણૂક કરવી અને અનુભવી સ્ટાફની પુન: બદલી કરી વિસાવદરમાં મુકવા જેવી રીતે અગાઉ લોકો માટેનો વિકાસના કામો થતાં તે જ રીતે પુન: વ્યવહાર માટે તાત્કાલિક ફેરફારો કરવા માટે માનનીય પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશભાઈ ચુડાસમાને લેખિતમાં તત્કાલ પગલાં ભરવા રજૂઆત જિલ્લા ભાજપ મંત્રી નરેન્દ્ર ભાઈ કોટીલાએ કરેલ છે.