વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારાDySpને આવેદનપત્ર પાઠવાયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ ભવનાથ અને ગિરનાર પર્વત પર રહેતા સાધુ-સંતો વિશે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અભદ્ર વિડીયો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, જૂનાગઢ મહાનગર દ્વારા ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
- Advertisement -
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ, જૂનાગઢ મહાનગરના ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ જીગ્નેશ બારોટ અને મંત્રી વિપુલ રાવત સહીત વિહિપના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જે વ્યક્તિએ અભદ્ર વિડિઓ પ્રસારિત કરનારની આઈડી પ્રુફ સાથે આવેદન અપાયું હતું અને ગિરનારના સાધુ-સંતો વિરુદ્ધ અભદ્ર વિડીયો પ્રસારિત કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.